ધર્માનુપ્રેક્ષા ]
હોય છે; તેમાં પણ સર્વ દિશાઓમાં પરિમાણ કરીને પણ નિયમથી લોભનો નાશ કરે છે. તેથી પૂર્વ વગેરે પ્રસિદ્ધ દશ દિશાઓ છે તેમનું પોતાના પ્રયોજનભૂત કાર્યથી જરૂરિયાત જાણી, પ્રમાણ કરે તે પહેલું ગુણવ્રત છે. પહેલાં કહેલાં પાંચે અણુવ્રતનું ઉપકારી આ ગુણવ્રત છે. અહીં ‘ગુણ’ શબ્દ ઉપકારવાચક સમજવો. જેમ લોભનો નાશ કરવા માટે પરિગ્રહનું પરિમાણ કરે છે તેમ લોભનો નાશ કરવા માટે દિશાઓનું પણ પરિમાણ કરે છે. જ્યાં સુધીનું પરિમાણ કર્યું હોય તે ઉપરાંતની પેલી બાજુ દ્રવ્યાદિની પ્રાપ્તિ થતી હોય તો પણ ત્યાં જાય નહિ. એ પ્રમાણે લોભને ઘટાડ્યો, તથા પરિમાણથી પેલી બાજુ ન જવાથી એ બાજુ સંબંધીનું હિંસાનું પાપ પણ લાગતું નથી તેથી એ બાજુ સંબંધી (ગુણવ્રત પણ) મહાવ્રત બરાબર થયાં.
અર્થઃ — જે કાર્યથી પોતાનું પ્રયોજન તો કાંઈ સધાય નહિ પણ માત્ર પાપ જ ઉત્પન્ન કરે એવું હોય તેને અનર્થ કહે છે. તે પાંચ વા અનેક પ્રકારના હોય છે.
ભાવાર્થઃ — પ્રયોજન વિના પાપ ઉપજાવે તે અનર્થદંડ છે. તેના અપધ્યાન, પાપોપદેશ, પ્રમાદચર્યા, હિંસાપ્રદાન તથા દુઃશ્રુતિશ્રવણ એ પાંચ પ્રકાર વા અનેક પ્રકાર પણ છે.
તેમાં પ્રથમ ભેદ કહે છેઃ —