૧૯૦ ]
અર્થઃ — બીજાના દોષ ગ્રહણ કરવા, અન્યની લક્ષ્મી – ધન – સંપદાની વાંચ્છા કરવી, પરની સ્ત્રીને રાગ સહિત નિરખવી (તાકી તાકીને જોવી) તથા પરના કલહ જોવા ઇત્યાદિ કાર્યો કરવાં તે પ્રથમ અનર્થદંડ છે.
ભાવાર્થઃ — પરના દોષ ગ્રહણ કરવામાં પોતાના ભાવ તો બગડે છે પણ પોતાનું પ્રયોજન કાંઈ પણ સિદ્ધ થતું નથી, પરનું બૂરું થાય અને પોતાનું દુષ્ટપણું માત્ર ઠરે છે. બીજાની સંપદા દેખી પોતે તેની વાંચ્છા કરે તો તેથી કાંઈ પોતાની પાસે તે આવી જતી નથી એટલે એથી પણ નિષ્પ્રયોજન ભાવ જ બગડે છે. બીજાની સ્ત્રીને રાગરહિત (તાકી તાકીને) જોવામાં પણ પોતે ત્યાગી થઈને નિષ્પ્રયોજન ભાવ શા માટે બગાડે? વળી પરના કલહ જોવામાં પણ કાંઈ પોતાનું કાર્ય સિદ્ધ થતું નથી, પરંતુ ઊલટી કદાચિત્ પોતાના ઉપર આફત આવી પડે છે. એ પ્રમાણે એ આદિથી માંડી જે જે કાર્યોમાં પોતાના ભાવ બગડે તે તે બધો અપધ્યાન નામનો પ્રથમ અનર્થદંડ છે અને તે અણુવ્રતભંગના કારણરૂપ છે. તેને છોડતાં જ વ્રત દ્રઢ ટકે છે.
હવે બીજો પાપોપદેશ નામનો અનર્થદંડ કહે છેઃ —
અર્થઃ — ખેતી કરવી, પશુપાલન, વાણિજ્ય કરવું તથા સ્ત્રી – પુરુષનો સંયોગ જેમ થાય તેમ બતાવવો ઇત્યાદિ પાપસહિત કાર્યોનો બીજાને ઉપદેશ આપવો, તેનું વિધાન (રીત) બતાવવું કે જેમાં પોતાનું પ્રયોજન તો કાંઈ સધાય નહિ પણ માત્ર પાપ જ ઉત્પન્ન થાય તે બીજો