ધર્માનુપ્રેક્ષા ]
પાપોપદેશ નામનો અનર્થદંડ છે. બીજાને પાપનો ઉપદેશ કરવામાં પોતાને કેવળ પાપબંધ જ થાય છે અને તેથી વ્રતભંગ થાય છે, એને છોડતાં વ્રતની રક્ષા થાય છે. વ્રત ઉપર ગુણ કરે છે – ઉપકાર કરે છે, તેથી તેનું નામ ગુણવ્રત છે.
અર્થઃ — અફળ – નિષ્પ્રયોજન એવા પૃથ્વી, જળ, અગ્નિ અને પવનના વ્યાપારમાં પ્રવૃત્તિ કરવી તથા નિષ્પ્રયોજન હરિત (લીલોતરી) વનસ્પતિકાયનું છેદન-ભેદન કરવું તે ત્રીજો પ્રમાદચર્યા નામનો અનર્થદંડ છે.
ભાવાર્થઃ — પ્રમાદવશ બની પૃથ્વી – જળ – અગ્નિ – વાયુ અને હરિતકાયની વિના પ્રયોજન વિરાધના કરે ત્યાં ત્રસ – સ્થાવરજીવોનો ઘાત તો થાય છે જ અને પોતાનું કાર્ય કાંઈ પણ સધાતું નથી, તેથી એ કરવામાં વ્રતભંગ થાય છે; એને છોડતાં જ વ્રતની રક્ષા થાય છે.
હવે હિંસાદાન નામનો ચોથો અનર્થદંડ કહે છેઃ —
અર્થઃ — બિલાડાં વગેરે હિંસક જીવોને પાલન કરવા, લોખંડનો વા લોખંડ આદિના આયુધોનો વ્યાપાર કરવો – લેણ દેણ કરવી, લાખ – ખલા આદિ શબ્દથી ઝેરી વસ્તુ આદિની લેણ – દેણ, વણજ – વ્યાપાર કરવો, એ હિંસાદાન નામનો ચોથો અનર્થદંડ છે.