૧૯૨ ]
ભાવાર્થઃ — હિંસક જીવોનું પાલન તો નિષ્પ્રયોજન અને પાપરૂપ પ્રગટ જ છે તથા હિંસાના કારણરૂપ શસ્ત્ર – લોહ – લાખ આદિનો વણજવ્યાપાર – લેણદેણ કરવાં; તેમાં પણ ફળ તો અલ્પ છે – પાપ ઘણું છે માટે તે પણ અનર્થદંડ જ છે. એમાં પ્રવર્તતાં વ્રતભંગ થાય છે અને એને છોડતાં વ્રતની રક્ષા થાય છે.
હવે દુઃશ્રુતિ નામનો પાંચમો અનર્થદંડ કહે છેઃ —
અર્થઃ — જે સર્વથા એકાન્તવાદીઓનાં કહેલાં શાસ્ત્રો કે જે શાસ્ત્ર જેવાં દેખાય છે એવાં કુશાસ્ત્રો, ભાંડક્રિયા – હાસ્ય – કુતૂહલ – કથનનાં શાસ્ત્રો, વશીકરણ – મંત્રપ્રયોગનાં શાસ્ત્રો, સ્ત્રીઓની ચેષ્ટાના વર્ણનરૂપ કામશાસ્ત્રો એ બધાનું સાંભળવું ઉપલક્ષણથી વાંચવું – શીખવું – સંભળાવવું તથા પરના દોષોની કથા કરવી – સાંભળવી તે દુઃશ્રુતિશ્રવણ નામનો છેલ્લો પાંચમો અનર્થદંડ છે.
ભાવાર્થઃ — ખોટાં શાસ્ત્રો સાંભળવાં – વાંચવાં – સંભળાવવાં – રચવાં એમાં આપણું કાંઈ પ્રયોજન સિદ્ધ થતું નથી, માત્ર પાપ જ થાય છે. વળી આજીવિકા અર્થે પણ એનો વ્યવહાર કરવો શ્રાવકને ઉચિત નથી. માત્ર વ્યાપારાદિ વડે યોગ્ય આજીવિકા જ શ્રેષ્ઠ છે. જેમાં વ્રતભંગ થાય તેવું તે શા માટે કરે? વ્રતની રક્ષા કરવી યોગ્ય છે.
હવે અનર્થદંડના કથનને સંકોચે છેઃ —