Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 350.

< Previous Page   Next Page >


Page 193 of 297
PDF/HTML Page 217 of 321

 

ધર્માનુપ્રેક્ષા ]

[ ૧૯૩
एवं पञ्चप्रकारं अनर्थदण्डं दुःखावहं नित्यम्
यः परिहरति ज्ञानी गुणव्रती सः भवेत् द्वितीयः ।।३४९।।

અર્થઃજે જ્ઞાની શ્રાવક આ પ્રમાણે અનર્થદંડને નિરંતર દુઃખનાં ઉપજાવવાવાળાં જાણીને છોડે છે તે બીજા ગુણવ્રતનો ધારવાવાળો શ્રાવક થાય છે.

ભાવાર્થઃઆ અનર્થદંડત્યાગ નામનું ગુણવ્રત, અણુવ્રતોનું ઘણું ઉપકારી છે તેથી શ્રાવકોએ તેનું અવશ્ય પાલન કરવું યોગ્ય છે.

હવે ભોગોપભોગપરિમાણ નામનું ત્રીજું ગુણવ્રત કહે છેઃ

जाणित्ता संपत्ती भोयणतंबोलवत्थमादीणं
जं परिमाणं कीरदि भोउवभोयं वयं तस्स ।।३५०।।
ज्ञात्वा सम्पत्तीः भोजनताम्बूलवस्त्रादीनाम्
यत् परिमाणं क्रियते भोगोपभोगं व्रतं तस्य ।।३५०।।

અર્થઃજે પોતાની સંપદા અને સામર્થ્ય જાણી (વિચારી) ભોજનતાંબૂલવસ્ત્ર આદિનું પરિમાણમર્યાદા કરે તે શ્રાવકને ભોગોપભોગપરિમાણ નામનું ગુણવ્રત હોય છે.

ભાવાર્થઃભોજનતાંબૂલ આદિ જે એક વાર ભોગવવામાં આવે તેને ભોગ કહે છે. તથા વસ્ત્રઘરેણાં વગેરે વારંવાર ભોગવવામાં આવે તેને ઉપભોગ કહે છે. તેમનું પરિમાણ યમરૂપ (જાવજીવ) પણ હોય છે તથા હરરોજના નિયમરૂપ પણ હોય છે. ત્યાં યથાશક્તિ પોતાનાં સાધનસામગ્રીનો વિચાર કરી તેમનો યમરૂપ વા નિયમરૂપ પણ ત્યાગ કરે છે. તેમાં હરરોજ જરૂરિયાત જાણી તે અનુસાર (નિયમરૂપ) ત્યાગ કર્યા કરે, તે અણુવ્રતને ઘણો ઉપકારક છે.

હવે છતી (મોજૂદ) ભોગોપભોગની વસ્તુને છોડે છે તેની પ્રશંસા કરે છેઃ