૧૯૪ ]
અર્થઃ — જે પુરુષ છતી (પ્રાપ્ત – મોજૂદ) વસ્તુનો ત્યાગ કરે છે તેના વ્રતને દેવોના ઇન્દ્રો પણ અભિનંદે છે – પ્રશંસે છે, તથા અપ્રાપ્ત વસ્તુનો ત્યાગ તો એવો છે કે જેમ લાડુ તો હોય નહિ અને મનમાં સંકલ્પમાત્ર લાડુની કલ્પના કરી લાડુ ખાય તેવો છે. અહીં અણછતી વસ્તુ સંકલ્પમાત્ર છોડવી એ વ્રત તો છે, પરંતુ અલ્પ સિદ્ધિદાતા છે અર્થાત્ તેનું ફળ અલ્પ છે.
પ્રશ્નઃ — ભોગોપભોગપરિમાણને અહીં ત્રીજા ગુણવ્રતમાં ગણ્યું પણ તત્ત્વાર્થસૂત્રમાં ત્રીજું ગુણવ્રત, તો દેશવ્રત કહ્યું છે અને ભોગોપભોગપરિમાણવ્રતને ત્રીજા શિક્ષાવ્રતમાં ગણ્યું છે તેનું શું કારણ? તેનું સમાધાનઃ —
એ આચાર્યોની વિવક્ષાનું વિચિત્રપણું છે. સ્વામી સમંતભદ્રાચાર્યે રત્નકરંડશ્રાવકાચારમાં પણ અહીં કહ્યું છે તેમ જ કહ્યું છે – એમાં વિરોધ નથી. અહીં તો અણુવ્રતના ઉપકારકની અપેક્ષા લીધી છે અને ત્યાં (તત્ત્વાર્થસૂત્રમાં) સચિત્તાદિ ભોગ છોડવાની અપેક્ષા – મુનિવ્રતની શિક્ષા આપવાની અપેક્ષા લીધી છે એટલે એમાં કાંઈ વિરોધ નથી, એ પ્રમાણે ગુણવ્રતનું વ્યાખ્યાન કર્યું.*
अनुबृंहणाद्गुणानामाख्यान्ति गुणव्रतान्यार्याः ।।६७।।
દિગ્વ્રત, અનર્થદંડવ્રત, ભોગોપભોગપરિમાણવ્રત એ ત્રણ વ્રતો અણુવ્રતોને વધારવાના હેતુરૂપ હોવાથી તેને ગુણવ્રત કહે છે (રત્નકરંડશ્રાવકાચાર)