૧૯૮ ]
અર્થઃ — જે જ્ઞાની શ્રાવક એક પક્ષનાં આઠમ – ચૌદશ બંને પર્વોમાં સ્નાન, વિલેપન, આભૂષણ, સ્ત્રીસંસર્ગ, સુગંધ, ધૂપ, દીપ આદિ ભોગોપભોગની વસ્તુને છોડી વૈરાગ્યભાવનારૂપ આભરણથી આત્માને શોભાયમાન કરી ઉપવાસ વા એકભુક્તિ વા નીરસ આહાર કરે અથવા આદિશબ્દથી કાંજી કરે વા માત્ર ભાત – પાણી જ લે તેને પ્રોષધોપવાસ નામનું શિક્ષાવ્રત હોય છે.
ભાવાર્થઃ — જેમ સામાયિક કરવાના કાળનો નિયમ કરી સર્વ પાપયોગથી નિવૃત્ત થઈ એકાન્તસ્થાનમાં ધર્મધ્યાનપૂર્વક બેસે છે, તે જ પ્રમાણે સર્વ ઘરકાર્યનો ત્યાગ કરી સમસ્ત ભોગોપભોગસામગ્રી છોડી સાતમ અને તેરસના બે પહોર દિવસ પછી એકાન્તસ્થાનમાં બેસી ધર્મધ્યાન કરતો થકો સોળ પહોર સુધી મુનિની માફક રહે, તથા નોમ અને પૂર્ણિમા – અમાસના બે પહોર વીત્યા પછી પ્રતિજ્ઞા પૂર્ણ થાય ત્યારે ઘરકાર્યમાં જોડાય તેને પૌષધવ્રત હોય છે. વળી આઠમ – ચૌદશના દિવસોમાં ઉપવાસનું સામર્થ્ય ન હોય તો એકવાર ભોજન કરે વા નીરસ કાંજી આદિ અલ્પ આહાર કરી ધર્મધ્યાનમાં સમય વીતાવે. એ પ્રમાણે આગળ પ્રોષધપ્રતિમામાં સોળ પહોર કહ્યું છે તેમ કરે. પરંતુ અહીં ગાથામાં કહ્યું નથી તેથી સોળ પહોરનો નિયમ ન જાણવો. આ પણ મુનિવ્રતની શિક્ષા જ છે.
હવે અતિથિસંવિભાગ નામનું ત્રીજું શિક્ષાવ્રત કહે છેઃ —