सिक्खावयं च तदियं तस्स हवे सव्वसिद्धिसोक्खयरं ।
दाणं चउव्विहं पि य सव्वे दाणाण सारयरं ।।३६१।।
त्रिविधे पात्रे सदा श्रद्धादिगुणैः संयुतः ज्ञानी ।
दानं यः ददाति स्वकं नवदानविधिभिः संयुक्तः ।।३६०।।
शिक्षाव्रतं च तृतीयं तस्य भवेत् सर्वसिद्धिसौख्यकरम् ।
दानं चतुर्विधं अपि च सर्वदानानां सारतरम् ।।३६१।।
અર્થઃ — જે જ્ઞાનીશ્રાવક, ઉત્તમ – મધ્યમ – જઘન્ય એ ત્રણ પ્રકારના
પાત્રોને અર્થે દાતારના શ્રદ્ધાઆદિ ગુણોથી યુક્ત બની પોતાના હાથથી
નવધાભક્તિસહિત થઈને દરરોજ દાન આપે છે તે શ્રાવકનું ત્રીજું
અતિથિસંવિભાગશિક્ષાવ્રત હોય છે. એ દાન કેવું છે? આહાર, અભય,
ઔષધ અને શાસ્ત્રદાનના ભેદથી ચાર પ્રકારનું છે. વળી અન્ય જે લૌકિક
ધનાદિકના દાન કરતાં આ દાન અતિશય સારરૂપ ઉત્તમ છે. સર્વ
સિદ્ધિસુખનું ઉપજાવવાવાળું છે.
ભાવાર્થઃ — ત્રણ પ્રકારના પાત્રોમાં ઉત્કૃષ્ટ તો મુનિ, મધ્યમ
અણુવ્રતીશ્રાવક તથા જઘન્ય અવિરતસમ્યગ્દ્રષ્ટિ છે. વળી દાતારના શ્રદ્ધા,
તુષ્ટિ, ભક્તિ, વિજ્ઞાન, અલુબ્ધતા, ક્ષમા અને શક્તિ એ સાત ગુણો છે.
વળી અન્ય પ્રકાર આ પ્રમાણે પણ છે — આ લોકના ફળની વાંચ્છા
વિનાનો, ક્ષમાવાન, કપટરહિત, અન્યદાતાની ઇર્ષારહિત, આપ્યા પછી તે
સંબંધી વિષાદવિનાનો, આપ્યાના હર્ષવાળો, અને ગર્વવિનાનો એ પ્રમાણે
પણ સાત ગુણો કહ્યા છે. વળી પ્રતિગ્રહ, ઉચ્ચસ્થાન, પાદપ્રક્ષાલન,
પૂજન, પ્રણામ, મનશુદ્ધિ, વચનશુદ્ધિ, કાયશુદ્ધિ તથા આહારશુદ્ધિ એ
પ્રમાણે નવધાભક્તિ છે. એ રીતે દાતારના ગુણોસહિત નવધાભક્તિપૂર્વક૧
પાત્રને રોજ ચાર પ્રકારનાં દાન જે આપે છે તેને ત્રીજું શિક્ષાવ્રત હોય
છે. આ પણ મુનિપણાની શિક્ષા માટે — કે આપવાનું શીખે તે પ્રમાણે
૧. આ દાતારના સાત ગુણો તથા નવધાભક્તિ સંબંધી વિશેષ વર્ણન માટે જુઓ
રત્નકરંડશ્રાવકાચાર શ્લોક – ૧૧૩
ધર્માનુપ્રેક્ષા ]
[ ૧૯૯