પોતાને મુનિ થયા પછી લેવાનું થશે.
હવે આહારાદિ દાનનું માહાત્મ્ય કહે છેઃ —
भोयणदाणेण सोक्खं ओसहदाणेण सत्थदाणं च ।
जीवाण अभयदाणं सुदुल्लहं सव्वदाणाणं ।।३६२।।
भोजनदानेन सौख्यं औषधदानेन शास्त्रदानं च ।
जीवानां अभयदानं सुदुर्ल्लभं सर्वदानानाम् ।।३६२।।
અર્થઃ — ભોજનના દાનથી સર્વને સુખ થાય છે. ઔષધદાનપૂર્વક
શાસ્ત્રદાન અને જીવોને અભયદાન છે તે સર્વ દાનોમાં દુર્લભતાથી પમાય
એવું ઉત્તમદાન છે.
ભાવાર્થઃ — અહીં અભયદાનને સર્વથી શ્રેષ્ઠ કહ્યું છે.
હવે બે ગાથામાં આહારદાનનું માહાત્મ્ય કહે છેઃ —
भोयणदाणे दिण्णे तिण्णि वि दाणाणि होंति दिण्णाणि ।
भुक्खतिसाएवाही दिणे दिणे होंति देहीणं ।।३६३।।
भोयणबलेण साहू सत्थं सेवेदि रत्तिदिवसं पि ।
भोयणदाणे दिण्णे पाणा वि य रक्खिया होंति ।।३६४।।
भोजनदाने दत्ते त्रीणि अपि दानानि भवन्ति दत्तानि ।
बुभुक्षातृषाव्याधयः दिने दिने भवन्ति देहिनाम् ।।३६३।।
भोजनबलेन साधुः शास्त्रं सेवते रात्रिदिवसं अपि ।
भोजनदाने दत्ते प्राणाः अपि च रक्षिताः भवन्ति ।।३६४।।
અર્થઃ — ભોજનદાન આપતાં ત્રણે દાન આપવા બરાબર થાય
છે, કારણ કે પ્રાણીઓને ક્ષુધા – તૃષા નામનો રોગ દરરોજ લાગ્યા જ કરે
છે. ભોજનના બળથી સાધુપુરુષ રાત્રિ-દિવસ શાસ્ત્રોનો અભ્યાસ કરે છે,
ભોજન આપવાથી પ્રાણરક્ષા પણ થાય છે, એ પ્રમાણે ભોજનદાનથી
૨૦૦ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા