ધર્માનુપ્રેક્ષા ]
ઔષધ – શાસ્ત્ર – અભય એ ત્રણે દાન આપ્યાં એમ સમજવું.
ભાવાર્થઃ — ભૂખ – તરસરોગ મટવાથી આહારદાન જ ઔષધદાન તુલ્ય થયું, આહારના બળથી સુખપૂર્વક શાસ્ત્રાભ્યાસ થવાથી જ્ઞાનદાન પણ એ જ (ભોજનદાન) થયું, તથા આહારથી જ પ્રાણોની રક્ષા થાય છે માટે એ જ અભયદાન થયું. એ પ્રમાણે એક ભોજનદાનમાં ત્રણે દાન ગર્ભિત થાય છે.
હવે ફરીથી દાનનું માહાત્મ્ય કહે છેઃ —
અર્થઃ — જે પુરુષ (શ્રાવક) આલોક – પરલોકના ફળની વાંચ્છા- રહિત બની પરમભક્તિપૂર્વક સંઘના અર્થે દાન આપે છે તે પુરુષ સર્વ સંઘને રત્નત્રય અર્થાત્ સમ્યગ્દર્શન – જ્ઞાન – ચારિત્રમાં સ્થાપ્યો. વળી ઉત્તમપાત્રવિશેષના અર્થે ઉત્તમભક્તિપૂર્વક એક દિવસ પણ આપેલું ઉત્તમદાન ઉત્કૃષ્ટ ઇન્દ્રપદનાં સુખને આપે છે.
ભાવાર્થઃ — દાન આપવાથી ચતુર્વિધ સંઘની સ્થિરતા થાય છે એટલે દાન આપવાવાળાએ મોક્ષમાર્ગ જ ચલાવ્યો કહીએ છીએ. વળી ઉત્તમપાત્ર, દાતાની ઉત્તમભક્તિ અને ઉત્તમદાન એ બધી વિધિ મળી જતાં તેનું ઉત્તમ જ ફળ થાય છે – ઇન્દ્રાદિપદનું સુખ પ્રાપ્ત થાય છે.