૨૦૨ ]
અર્થઃ — શ્રાવકે પહેલાં સર્વ દિશાઓનું પ્રમાણ કર્યું હતું તેમાં સંવરણ કરે – સંકોચ કરે તથા પહેલાં ઇન્દ્રિયોના વિષયો સંબંધી ભોગોપભોગપરિમાણ કર્યું હતું તેમાં પણ સંકોચ કરે. કેવી રીતે? તે કહે છે – વર્ષ આદિ, તથા દિવસ – દિવસ પ્રત્યે કાળની મર્યાદા સહિત કરે. તેનું પ્રયોજન કહે છે – અંતરંગમાં તો લોભ તથા કામ – ઇચ્છાના શમન એટલે ઘટાડવા અર્થે તથા બાહ્ય પાપ – હિંસાદિકને છોડવા અર્થે કરે તે શ્રાવકને આ ચોથું દેશાવકાશિક નામનું શિક્ષાવ્રત હોય છે.
ભાવાર્થઃ — પહેલાં દિગ્વ્રતમાં જે મર્યાદા કરી હતી તે તો નિયમરૂપ હતી અને હવે અહીં તેમાં પણ કાળની મર્યાદાપૂર્વક ઘર – હાટ – ગામ વગેરે સુધીની ગમનાગમનની મર્યાદા કરે, તથા ભોગોપભોગવ્રતમાં પણ પહેલાં યમરૂપ ઇન્દ્રિયવિષયોની મર્યાદા કરી હતી તેમાં પણ કાળની મર્યાદાપૂર્વક નિયમ કરે. અહીં સત્તર નિયમ કહ્યા છે તેનું પાલન કરે, પ્રતિદિન મર્યાદા કર્યા કરે. આથી લોભ – તૃષ્ણા – વાંચ્છાનો સંકોચ (હાનિ) થાય છે તથા બાહ્ય હિંસાદિ પાપોની પણ હાનિ થાય છે. એ પ્રમાણે ચાર શિક્ષાવ્રત કહ્યાં. આ ચારે વ્રત શ્રાવકને યત્નથી અણુવ્રત તથા મહાવ્રત પાલન કરવાની શિક્ષારૂપ છે