ધર્માનુપ્રેક્ષા ]
અર્થઃ — જે શ્રાવક, બાર વ્રતો સહિત અંત સમયે ઉપશમભાવોથી યુક્ત થઈ સંલેખના કરે છે તે સ્વર્ગનાં સુખ પામી અનુક્રમથી ઉત્કૃષ્ટ સુખ જે મોક્ષસુખ તેને પ્રાપ્ત થાય છે.
ભાવાર્થઃ — કષાયો અને કાયાની ક્ષીણતા કરવી તેને સંલેખના કહે છે. ત્યાં શ્રાવક, બાર વ્રતોના પાલન સહિત પાછળથી મરણ સમય જાણતાં પ્રથમ સાવધાન થઈ, સર્વ વસ્તુ પ્રત્યેનું મમત્વ છોડી કષાયોને ક્ષીણ કરી ઉપશમભાવરૂપ મંદકષાયી થાય તથા કાયાને અનુક્રમથી અનશન – ઊણોદર – નીરસાદિ તપોથી ક્ષીણ કરે. પ્રથમ એ પ્રમાણે કાયાને ક્ષીણ કરે તો શરીરમાં મળ – મૂત્રના નિમિત્તથી જે રોગ થાય છે તે ન થાય, અંતસમયમાં અસાવધાનતા ન થાય. એ પ્રમાણે સંલેખના કરે. અંતસમયે સાવધાન બની પોતાના સ્વરૂપમાં વા અરહંત – સિદ્ધપરમેષ્ઠિના સ્વરૂપચિંત્વનમાં લીન થઈ વ્રતરૂપ – સંવરરૂપ પરિણામ સહિત બન્યો થકો પર્યાયને છોડે, તો તે સ્વર્ગસુખને પ્રાપ્ત થાય છે અને ત્યાં પણ આ જ વાંચ્છા રહે છે કે ‘મનુષ્ય થઈ વ્રત પાલન કરું’. એ પ્રમાણે અનુક્રમથી મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે.
અર્થઃ — સમ્યગ્દ્રષ્ટિજીવ દ્રઢચિત્ત બની એક પણ વ્રત અતિચાર