હવે પ્રોષધપ્રતિમાનો ભેદ કહે છેઃ —
सत्तमितेरसिदिवसे अवरह्णे जाइऊण जिणभवणे ।
किरियाकम्मं किच्चा उववासं चउव्विहं गहिय ।।३७३।।
गिहवावारं चत्ता रत्तिं गमिऊण धम्मचिंताए ।
पच्चूसे उट्ठिता किरियाकम्मं च कादूण ।।३७४।।
सत्थब्भासेण पुणो दिवसं गमिऊण वंदणं किच्चा ।
रत्तिं णेदूण तहा पच्चूसे वंदणं किच्चा ।।३७५।।
पुज्जणविहिं च किच्चा पत्तं गहिऊण णवरि तिविहं पि ।
भुंजाविऊण पत्तं भुंजंतो पोसहो होदि ।।३७६।।
सप्तमीत्रयोदशीदिवसे अपराह्णे गत्वा जिनभवने ।
क्रियाकर्म कृत्वा उपवासं चतुर्विधं गृहीत्वा ।।३७३।।
गृहव्यापारं त्यक्त्वा रात्रिं गमयित्वा धर्मचिन्तया ।
प्रत्यूषे उत्थाय क्रियाकर्म च कृत्वा ।।३७४।।
शास्त्राभ्यासेन पुनः दिवसं गमयित्वा वन्दनां कृत्वा ।
रात्रिं नीत्वा तथा प्रत्यूषे वन्दनां कृत्वा ।।३७५।।
पूजनविधिं च कृत्वा पात्रं गृहीत्वा नवरि त्रिविधं अपि ।
भोजयित्वा पात्रं भुंजानः प्रोषधः भवति ।।३७६।।
અર્થઃ — સાતમ અને તેરસના દિવસે બે પહોર પછી જિન-
ચૈત્યાલયમાં જઇ સાયંકાળમાં સામાયિકાદિ ક્રિયાકર્મ કરી ચાર પ્રકારના
આહારનો ત્યાગ કરી ઉપવાસ ગ્રહણ કરે, ઘરનો સમસ્ત વ્યાપાર છોડી
ધર્મધ્યાનપૂર્વક સાતમ અને તેરશની રાત્રિ વ્યતીત કરે, આઠમ અને
ચતુર્દશીના પ્રભાતમાં ઊઠી સામાયિક ક્રિયાકર્મ કરે અને તે દિવસ
શાસ્ત્રાભ્યાસાદિ કરી ધર્મધ્યાનમાં વિતાવે. સાયંકાળમાં સામાયિકાદિ
ક્રિયાકર્મ કરી રાત્રિ પણ એ જ પ્રમાણે ધર્મધ્યાનમાં ગાળે, નોમ અને
૨૦૬ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા