Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 377.

< Previous Page   Next Page >


Page 207 of 297
PDF/HTML Page 231 of 321

 

ધર્માનુપ્રેક્ષા ]

[ ૨૦૭

પૂર્ણિમાના પ્રભાતકાળમાં સામાયિક, વંદનાદિ કરીજિનપૂજનવિધાન કરી, ત્રણ પ્રકારના પાત્રોનું પડગાહન કરી તેમને ભોજન કરાવી પછી પોતે ભોજન કરે તેને પ્રોષધપ્રતિમા હોય છે.

ભાવાર્થઃપહેલાં શિક્ષાવ્રતમાં પ્રોષધની વિધિ કહી હતી તે અહીં પણ જાણવી. ગૃહવ્યાપારભોગઉપભોગની સમસ્ત સામગ્રીનો ત્યાગ કરી એકાન્તમાં જઈ સોળ પહોર ધર્મધ્યાનમાં વ્યતીત કરે, અને અહીં વધારામાં આટલું સમજવું કે ત્યાં સોળ પહોરના વખતનો નિયમ કહ્યો નહોતોઅતિચારાદિ દોષ પણ લાગતા હતા, પરંતુ અહીં તો પ્રતિમાની પ્રતિજ્ઞા છે તેથી સોળ પહોરના ઉપવાસનો નિયમ કરી અતિચાર રહિત પ્રોષધ કરે છે. આ પ્રોષધપ્રતિમાના પાંચ અતિચાર છે ઃ જે વસ્તુ જે સ્થાનમાં રાખી હોય તેને ઉઠાવવીમૂકવી, સૂવાબેસવાનું સંસ્તરણ કરવું, એ બધું વગર દેખે જાણે યત્નરહિત કરવું, આ પ્રમાણે ત્રણ અતિચાર તો આ, તથા ઉપવાસમાં અનાદરઅપ્રીતિ કરવી અને ક્રિયાકર્મનું વિસ્મરણ કરવું આ પાંચ અતિચાર લાગવા દે નહિ. (તે નિરતિચાર પ્રોષધોપવાસપ્રતિમા છે.)

હવે પ્રોષધનું માહાત્મ્ય કહે છે.ઃ

एक्कं पि णिरारंभं उववासं जो करेदि उवसंतो
बहुभवसंचियकम्मं सो णाणी खवदि लीलाए ।।३७७।।
एकं अपि निरारम्भं उपवासं यः करोति उपशान्तः
बहुभवसञ्चितकर्म सः ज्ञानी क्षपति लीलया ।।३७७।।

અર્થઃજે જ્ઞાની સમ્યગ્દ્રષ્ટિ, આરંભનો ત્યાગ કરી ઉપશમભાવ-મંદકષાયરૂપ થઈને એક પણ ઉપવાસ કરે છે તે ઘણા ભવોનાં સંચિત કરેલાંબાંધેલાં કર્મોને લીલામાત્રમાં ક્ષય કરે છે.

ભાવાર્થઃકષાય, વિષય અને આહારનો ત્યાગ કરી, આલોક -પરલોકના ભોગોની વાંચ્છા છોડી જો એક ઉપવાસ કરે તો તે ઘણા કર્મોની નિર્જરા કરે છે, તો પછી જે પ્રોષધપ્રતિમા અંગીકાર કરી એક