૨૦૮ ]
પક્ષમાં બે ઉપવાસ કરે તેના સંબંધમાં શું કહેવું! તે સ્વર્ગસુખ ભોગવી મોક્ષને પ્રાપ્ત થાય છે.
હવે આરંભાદિના ત્યાગ વિના ઉપવાસ કરે તેને કર્મનિર્જરા થતી નથી, એમ કહે છેઃ —
અર્થઃ — જે ઉપવાસ કરીને ઘરકાર્યના મોહથી ઘર સંબંધી આરંભ કરે છે તે પોતાના દેહને (માત્ર) સૂકવે છે, પણ તેને લેશમાત્ર કર્મનિર્જરા થતી નથી.
ભાવાર્થઃ — જે વિષય – કષાય છોડ્યા વિના કેવળ આહારમાત્ર જ ત્યાગ કરે છે અને સમસ્ત ઘરકાર્ય કરે છે તે પુરુષ માત્ર દેહને જ સૂકવે છે, તેને લેશમાત્ર પણ કર્મનિર્જરા થતી નથી.
હવે સચિત્તત્યાગપ્રતિમા કહે છેઃ —
અર્થઃ — જે જ્ઞાની સમ્યગ્દ્રષ્ટિશ્રાવક પત્ર, ફળ, છાલ, મૂળ, કુંપળ અને બીજ એ સચિત્તને ભક્ષણ કરતો નથી, તેને સચિત્તવિરતિશ્રાવક કહે છે.
ભાવાર્થઃ — જીવોથી સહિત હોય તેને સચિત્ત કહે છે. પત્ર, ફળ, છાલ, મૂળ, બીજ અને કુંપળ ઇત્યાદિ લીલી સચિત્ત વનસ્પતિને ન ખાય