૨૧૨ ]
-વચન-કાયાથી અભિલાષ ન કરે તે બ્રહ્મચર્યવ્રતનો ધારક થાય છે. કેવો છે તે? દાયનો પાલન કરવાવાળો છે
ભાવાર્થઃ — સર્વ સ્ત્રીઓનો મન-વચન-કાય તથા કૃત-કારિત -અનુમોદનાથી સર્વથા ત્યાગ કરે તે બ્રહ્મચર્યપ્રતિમા છે.
હવે આરંભવિરતિપ્રતિમા કહે છેઃ —
અર્થઃ — જે શ્રાવક ગૃહકાર્યસંબંધી કાંઈ પણ આરંભ કરતો નથી, અન્ય પાસે કરાવતો નથી તથા કોઈ કરતો હોય તેને ભલો જાણતો નથી તે નિશ્ચયથી આરંભત્યાગી હોય છે. કેવો છે તે? હિંસાથી ભયભીત છે મન જેનું એવો છે.
ભાવાર્થઃ — મન-વચન-કાયાથી તથા કૃત-કારિત-અનુમોદનાથી ગૃહકાર્યના આરંભનો ત્યાગ કરે છે તે આરંભત્યાગ પ્રતિમાધારી શ્રાવક હોય છે. આ પ્રતિમા આઠમી છે અને બાર ભેદોમાં આ નવમો ભેદ છે.
હવે પરિગ્રહત્યાગપ્રતિમા કહે છેઃ —
અર્થઃ — જે જ્ઞાની સમ્યગ્દ્રષ્ટિશ્રાવક અભ્યંતર તથા બાહ્ય એવા બે પ્રકારના પરિગ્રહ, કે જે પાપના કારણરૂપ છે એમ માનતો થકો, આનંદપૂર્વક છોડે છે તે પરિગ્રહત્યાગી શ્રાવક હોય છે.