ધર્માનુપ્રેક્ષા ]
ભાવાર્થઃ — આભ્યંતરપરિગ્રહમાં મિથ્યાત્વ, અનંતાનુબંધીકષાય તથા અપ્રત્યાખ્યાનાવરણકષાય તો પહેલાં છૂટી ગયા છે, હવે પ્રત્યાખ્યાનાવરણ અને તેની સાથે લાગેલ હાસ્યાદિક તથા વેદને ઘટાડે છે, વળી બાહ્યથી ધન-ધાન્યાદિ સર્વનો ત્યાગ કરે છે, પરિગ્રહત્યાગમાં ઘણો આનંદ માને છે, કારણ કે જેને સાચો વૈરાગ્ય હોય છે તે પરિગ્રહને પાપરૂપ તથા મોટી આપદારૂપ દેખે છે અને તેના ત્યાગમાં ઘણું સુખ માને છે.
અર્થઃ — બાહ્યપરિગ્રહરહિત તો દરિદ્રમનુષ્ય સ્વભાવથી જ હોય છે એટલે એવા ત્યાગમાં આશ્ચર્ય નથી પણ આભ્યંતરપરિગ્રહને છોડવા માટે કોઈ પણ સમર્થ થતું નથી.
ભાવાર્થઃ — જે આભ્યંતરપરિગ્રહને છોડે છે તેની જ મહત્તા છે. સામાન્યપણે આભ્યંતરપરિગ્રહ મમત્વભાવ છે, એને જે છોડે છે તેને પરિગ્રહનો ત્યાગી કહીએ છીએ. એ પ્રમાણે પરિગ્રહત્યાગ પ્રતિમાનું સ્વરૂપ કહ્યું. આ પ્રતિમા નવમી છે તથા બાર ભેદોમાં આ દશમો ભેદ છે.
હવે અનુમોદનવિરતિપ્રતિમા કહે છેઃ —
અર્થઃ — જે શ્રાવક, પાપના મૂળ જે ગૃહસ્થનાં કાર્યો તેમાં, અનુમોદના ન કરે – કેવી રીતે? ‘જે ભવિતવ્ય છે તેમ જ થાય છે’ એવી ભાવના કરતો થકો — તે અનુમોદનવિરતિપ્રતિમાધારી શ્રાવક છે.