ભાવાર્થઃ — આહારના અર્થે ગૃહસ્થકાર્યના આરંભાદિકની પણ
અનુમોદના ન કરે, ઉદાસીન થઈ ઘરમાં પણ રહે વા બાહ્ય ચૈત્યાલય
– મઠ-મંડપમાં પણ વસે, ભોજન માટે પોતાને ઘરે વા અન્ય શ્રાવક
બોલાવે તો ત્યાં ભોજન કરી આવે. વળી એમ પણ ન કહે કે ‘અમારા
માટે ફલાણી વસ્તુ તૈયાર કરજો’. ગૃહસ્થ જે કાંઈ જમાડે તે જ જમી
આવે. તે દશમી પ્રતિમાધારી શ્રાવક હોય છે.
जो पुण चिंतदि कज्जं सुहासुहं रायदोससंजुत्तो ।
उवओगेण विहीणं स कुणदि पावं विणा कज्जं ।।३८९।।
यः पुनः चिन्तयति कार्यं शुभाशुभं रागद्वेषसंयुतः ।
उपयोगेन विहीनः सः करोति पापं विना कार्यम् ।।३८९।।
અર્થઃ — જે પ્રયોજન વિના રાગ-દ્વેષ સહિત બની શુભ
-અશુભકાર્યોનું ચિંતવન કરે છે તે પુરુષ વિના કાર્ય પાપ ઉપજાવે છે.
ભાવાર્થઃ — પોતે તો ત્યાગી બન્યો છે છતાં વિના પ્રયોજન
પુત્રજન્મપ્રાપ્તિ – વિવાહાદિક શુભકાર્યો તથા કોઈને પીડા આપવી, મારવો,
બાંધવો ઇત્યાદિક અશુભકાર્યો — એમ શુભાશુભ કાર્યોનું ચિંતવન કરી જે
રાગ-દ્વેષ પરિણામ વડે નિરર્થક પાપ ઉપજાવે છે તેને દશમી પ્રતિમા કેમ
હોય? તેને તો એવી બુદ્ધિ જ રહે કે ‘જે પ્રકારનું ભવિતવ્ય છે તેમ
જ થશે, જેમ આહારાદિ મળવાં હશે તેમ જ મળી રહેશે’. એવા
પરિણામ રહે તો અનુમતિત્યાગનું પાલન થાય છે. એ પ્રમાણે બાર
ભેદમાં અગિયારમો ભેદ કહ્યો.
હવે ઉદ્દિષ્ટવિરતિ નામની અગિયારમી પ્રતિમાનું સ્વરૂપ કહે છેઃ —
जो णवकोडिविसुद्धं भिक्खायरणेण भुंजदे भोज्जं ।
जायणरहियं जोग्गं उद्दिट्ठाहारविरदो सो ।।३९०।।
यः नवकोटिविशुद्धं भिक्षाचरणेन भुंक्ते भोज्यम् ।
याचनरहितं योग्यं उद्दिष्टाहारविरतः सः ।।३९०।।
૨૧૪ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા