ધર્માનુપ્રેક્ષા ]
અર્થઃ — જે શ્રાવક મન-વચન-કાયા તથા કૃત-કારિત -અનુમોદનાજન્ય નવ પ્રકારના દોષરહિત અર્થાત્ નવ કોટિએ શુદ્ધ આહાર ભિક્ષાચરણપૂર્વક ગ્રહણ કરે, તેમાં પણ યાચનારહિત ગ્રહણ કરે પણ યાચના પૂર્વક ન ગ્રહણ કરે, તેમાં પણ યોગ્ય (નિર્દોષ) ગ્રહણ કરે પણ સચિત્તાદિ દોષસહિત અયોગ્ય હોય તો ન ગ્રહણ કરે, તે ઉદ્દિષ્ટઆહારનો ત્યાગી છે.
ભાવાર્થઃ — જે ઘર છોડી મઠ – મંડપમાં રહેતો હોય, ભિક્ષાચરણથી આહાર લેતો હોય, પણ પોતાના નિમિત્તે કોઈએ આહાર બનાવ્યો હોય તો તે આહાર ન લે, યાચનાપૂર્વક ન લે તથા માંસાદિક વા સચિત્ત એવો અયોગ્ય આહાર ન લે, તે ઉદ્દિષ્ટવિરતિ શ્રાવક છે.
હવે ‘અંતસમયમાં શ્રાવક આરાધના કરે’ એમ કહે છેઃ —
અર્થઃ — જે શ્રાવક વ્રતોથી શુદ્ધ છે તથા અંતસમયે દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપી ઉત્કૃષ્ટ આરાધના આરાધે છે તે અચ્યુત સ્વર્ગમાં દેવોથી સેવનીય ઇન્દ્ર થાય છે.
ભાવાર્થઃ — જે સમ્યગ્દ્રષ્ટિશ્રાવક નિરતિચારપણે અગિયાર પ્રતિમારૂપ શુદ્ધ વ્રતનું પાલન કરે છે અને અંતસમયે મરણકાળમાં દર્શન – જ્ઞાન – ચારિત્ર – તપ (એ ચાર) આરાધનાને આરાધે છે તે અચ્યુતસ્વર્ગમાં ઇન્દ્ર થાય છે. આ, ઉત્કૃષ્ટ શ્રાવકના વ્રતોનું ઉત્કૃષ્ટ ફળ છે. એ પ્રમાણે અગિયાર પ્રતિમાઓનું સ્વરૂપ કહ્યું. અન્ય ગ્રંથોમાં તેના બે ભેદ કહ્યા છે. પ્રથમ ભેદવાળો તો એક વસ્ત્ર રાખે, કેશોને કાતરથી વા અસ્તરાથી સોરાવે (ક્ષૌર કરાવે), પોતાના હાથથી પ્રતિલેખન કરે, બેસીને ભોજન કરે, પોતાના હાથમાં ભોજન કરે વા પાત્રમાં પણ કરે,