૨૧૬ ]
ત્યારે બીજા ભેદવાળો કેશોનો લોચ કરે. પ્રતિ-લેખન પાછળથી કરે, પોતાના હાથમાં જ ભોજન કરે તથા કોપિન ધારણ કરે ઇત્યાદિક. તેની વિધિ અન્ય ગ્રંથોથી સમજવી. એ પ્રમાણે પ્રતિમા તો અગિયાર થઈ તથા બાર ભેદ કહ્યા હતા તેમાં આ શ્રાવકનો બારમો ભેદ થયો.
હવે અહીં સંસ્કૃત ટીકાકારે અન્ય ગ્રંથાનુસાર શ્રાવકસંબંધી થોડુંક કથન લખ્યું છે, તે સંક્ષેપમાં લખીએ છીએઃ —
છઠ્ઠી પ્રતિમા સુધી તો જઘન્ય શ્રાવક કહ્યો છે, સાતમી, આઠમી અને નવમી પ્રતિમાધારકને મધ્યમ શ્રાવક કહ્યો છે, તથા દશમી – અગિયારમી પ્રતિમાધારકને ઉત્કૃષ્ટ શ્રાવક કહ્યો છે. વળી કહ્યું છે કે સમિતિ સહિત પ્રવર્તે તો અણુવ્રત સફળ છે. પણ સમિતિ રહિત પ્રવર્તે તો વ્રતપાલન કરતો હોવા છતાં અવ્રતી છે.
પ્રશ્નઃ — ગૃહસ્થને અસિ, મસિ, કૃષિ, વાણિજ્યના આરંભમાં ત્રસ – સ્થાવર જીવોની હિંસા થાય છે, તો ત્રસહિંસાનો ત્યાગ તેનાથી કેવી રીતે બને? તેનું સમાધાનઃ —
પક્ષ, ચર્યા અને સાધકતા એમ શ્રાવકની ત્રણ પ્રવૃત્તિ કહી છે. ત્યાં પક્ષનો ધારક છે તેને પાક્ષિક શ્રાવક કહે છે. ચર્યાના ધારકને નૈષ્ઠિક શ્રાવક કહે છે, તથા સાધકતાના ધારકને સાધક શ્રાવક કહે છે. ત્યાં પક્ષ તો આ પ્રમાણે છે કે — જૈનમાર્ગમાં ત્રસહિંસાના ત્યાગીને શ્રાવક કહ્યો છે તેથી હું મારા પ્રયોજનને માટે વા પરના પ્રયોજનને માટે ત્રસજીવોને હણું નહિ, ધર્મને માટે, દેવતાને માટે, મંત્રસાધનને માટે, ઔષધને માટે, આહારને માટે તથા અન્ય ભોગોને માટે હણું નહિ એવો પક્ષ જેને હોય તે પાક્ષિક છે. અસિ – મસિ – કૃષિ અને વાણિજ્યાદિ કાર્યોમાં તેનાથી હિંસા તો થાય છે તોપણ મારવાનો અભિપ્રાય નથી, માત્ર પોતાના કાર્યનો અભિપ્રાય છે, ત્યાં જીવઘાત થાય છે તેની આત્મનિંદા કરે છે. એ પ્રમાણે ત્રસહિંસા નહિ કરવાના પક્ષમાત્રથી તેને પાક્ષિક કહીએ છીએ. અહીં અપ્રત્યાખ્યાનાવરણકષાયના મંદઉદયના પરિણામ છે માટે તે અવ્રતી જ છે, વ્રતપાલનની ઇચ્છા છે