૨૨૨ ]
સંતોષ અર્થાત્ સંતુષ્ટભાવરૂપ જળથી તૃષ્ણા તથા લોભરૂપ મળસમૂહને ધોવે છે, ભોજનની ગૃદ્ધિ અર્થાત્ અતિ ચાહનાથી રહિત છે તે મુનિનું ચિત્ત નિર્મળ છે, અને તેને ઉત્તમ શૌચધર્મ હોય છે.
ભાવાર્થઃ — તૃણ – કંચનને સમાન જાણવું તે સમભાવ છે તથા સંતોષ – સંતુષ્ટપણું – તૃપ્તભાવ અર્થાત્ પોતાના સ્વરૂપમાં જ સુખ માનવું એવા ભાવરૂપ જળથી ભવિષ્યમાં મળવાની ચાહનારૂપ તૃષ્ણા તથા પ્રાપ્ત દ્રવ્યાદિકમાં અતિ લિપ્તપણારૂપ લોભ, એના (એ બંનેના) ત્યાગમાં અતિ ખેદરૂપ મળને ધોવાથી મન પવિત્ર થાય છે. મુનિને અન્ય ત્યાગ તો હોય જ છે, પરંતુ આહારના ગ્રહણમાં પણ તીવ્ર ચાહના રાખે નહિ, લાભ – અલાભ, સરસ – નીરસમાં સમભાવ રાખે તો ઉત્તમ શૌચધર્મ હોય છે. વળી જીવનલોભ, આરોગ્ય રાખવાનો લોભ, ઇન્દ્રિયો તાજી રાખવાનો લોભ તથા ઉપભોગનો લોભ એ પ્રમાણે લોભની ચાર પ્રકારથી પ્રવૃત્તિ છે, તે ચારેને પોતાસંબંધી તથા પોતાના સ્વજન – મિત્રાદિ સંબંધી એમ બંને માટે ઇચ્છે ત્યારે તેની (લોભની) આઠ ભેદરૂપ પ્રવૃત્તિ થાય છે. જ્યાં આ પ્રમાણે બધોય લોભ ન હોય ત્યાં ઉત્તમ શૌચધર્મ હોય છે.
હવે ઉત્તમ સત્યધર્મ કહે છેઃ —
અર્થઃ — જે મુનિ જિનસૂત્ર – અનુકૂળ જ વચન કહે, વળી તેમાં જે આચારાદિ કહ્યાં છે તે પાલન કરવામાં પોતે અસમર્થ હોય તોપણ અન્ય પ્રકારથી ન કહે, વ્યવહારથી પણ અલીક એટલે અસત્ય ન કહે તે મુનિ સત્યવાદી છે અને તે જ ઉત્તમ સત્યધર્મ હોય છે.
ભાવાર્થઃ — જૈનસિદ્ધાન્તમાં આચારાદિકનું જેવું સ્વરૂપ કહ્યું હોય તેવું જ કહે પણ એમ નહિ કે પોતાથી ન પાલન કરી શકાય, એટલે