તેને અન્ય પ્રકારથી કહે – જેમ છે તેમ ન કહે, પોતાનું માનભંગ થાય
તેથી જેમ તેમ કહે. વળી વ્યવહાર જે ભોજનાદિ વ્યાપાર તથા પૂજા
– પ્રભાવનાદિ વ્યવહાર તેમાં પણ જિનસૂત્ર અનુસાર વચન કહે પણ
પોતાની ઇચ્છાનુસાર જેમ તેમ ન કહે. અહીં દસ પ્રકારથી સત્યનું વર્ણન
છે — નામસત્ય, રૂપસત્ય, સ્થાપનાસત્ય, પ્રતીતિસત્ય, સંવૃત્તિસત્ય,
સંયોજનાસત્ય, જનપદસત્ય, દેશસત્ય, ભાવસત્ય તથા સમયસત્ય. હવે
મુનિરાજનો મુનિજનની તથા શ્રાવકની સાથે વચનાલાપરૂપ વ્યવહાર છે
ત્યાં ઘણો વચનાલાપ થાય તોપણ સૂત્રસિદ્ધાન્તાનુસાર આ દસ પ્રકારથી
સત્યરૂપ વચનની પ્રવૃત્તિ હોય છે.
૧. ગુણ વિના પણ વક્તાની ઇચ્છાથી કોઈ વસ્તુનું નામ – સંજ્ઞા
કરવામાં આવે તે નામસત્ય છે.
૨. રૂપમાત્રથી કહેવામાં આવે અર્થાત્ ચિત્રમાં જેમ કોઈનું રૂપ
આલેખી કહેવામાં આવે કે ‘આ સફેદ વર્ણવાળો ફલાણો પુરુષ છે; તે
રૂપસત્ય છે.
૩. કોઈ પ્રયોજન અર્થે કોઈની મૂર્તિ સ્થાપી કહેવામાં આવે તે
સ્થાપનાસત્ય છે.
૪. કોઈ પ્રતીતિના અર્થે આશ્રયપૂર્વક કહેવામાં આવે તે
પ્રતીતિસત્ય છે. જેમ ‘તાલ’ એવું પરિમાણ વિશેષ છે. તેના આશ્રયથી
કહેવામાં આવે કે ‘આ તાલપુરુષ છે’, અથવા લાંબા કહે તો નાનાની
પ્રતીતિ (આશ્રય) કરીને કહે.
૫. લોકવ્યવહારના આશ્રયથી કહે તે સંવૃત્તિસત્ય છે. જેમ
કમળની ઉત્પત્તિનાં અનેક કારણો છે તો પણ પંકમાં થયું છે માટે પંકજ
કહીએ છીએ.
૬. વસ્તુને અનુક્રમે સ્થાપવાનું વચન કહે તે સંયોજનાસત્ય છે. જેમ
દશલક્ષણનું મંડલ કરે તેમાં અનુક્રમપૂર્વક ચૂર્ણના કોઠા કરે અને કહે આ
ઉત્તમ ક્ષમાનો (કોઠો) છે, ઇત્યાદિ જોડરૂપ નામ કહે,
અથવા બીજું દ્રષ્ટાન્તઃ જેમ ઝવેરી મોતીની લટો કરે તેમાં મોતીઓની સંજ્ઞા
ધર્માનુપ્રેક્ષા ]
[ ૨૨૩