સ્થાપી લીધી છે એટલે જ્યાં જેવું જોઈએ તે જ અનુક્રમથી મોતી પરોવે.
૭. જે દેશમાં જેવી ભાષા હોય તે કહેવી તે જનપદસત્ય છે.
૮. ગામ – નગરાદિનું ઉપદેશક વચન તે દેશસત્ય છે. જેમ ચોતરફ
વાડ હોય તેને ગામ કહે છે.
૯. છદ્મસ્થના જ્ઞાનથી અગોચર અને સંયમાદિક પાલન અર્થે જે
વચન બોલાય તે ભાવસત્ય છે. જેમ કોઈ વસ્તુમાં છદ્મસ્થના જ્ઞાનથી
અગોચર જીવ હોય તોપણ પોતાની દ્રષ્ટિમાં જીવ નહિ દેખવાથી
આગમઅનુસાર કહે કે ‘આ પ્રાસુક છે’.
૧૦. આગમગોચર વસ્તુને આગમનાં વચનાનુસાર કહેવી તે
સમયસત્ય છે. જેમ પલ્ય – સાગર ઇત્યાદિ કહેવા.
આ દસ પ્રકારનાં સત્યનું કથન ગોમ્મટસારમાં પણ છે. ત્યાં સાત
નામ તો આમાં છે તે જ છે તથા ત્રણ નામ-દેશ, સંયોજના અને
સમયની જગ્યાએ ત્યાં સંભાવના, વ્યવહાર અને ઉપમા એમ છે અને
ઉદાહરણ અન્ય પ્રકારથી છે. એ વિવક્ષાનો ભેદ સમજવો, તેમાં વિરોધ
નથી.૧ એ પ્રમાણે જિનસૂત્રાનુસાર સત્યવચનની પ્રવૃત્તિ કરે તેને (ઉત્તમ)
સત્યધર્મ હોય છે.
હવે ઉત્તમ સંયમધર્મ કહે છેઃ —
जो जीवरक्खणपरो गमणागमणादिसव्वकज्जेसु ।
तणछेदं पि ण इच्छदि संजमधम्मो हवे तस्स ।।३९९।।
१जणवदसम्मदिठवणाणामे रूवे पडुच्चववहारे ।
संभावणे य भावे उवमाए दसविहं सच्चं ।।
(ગો. જીવ. ગા. ૨૨૨)
અર્થ :—જનપદમાં, સંવૃત્તિ વા સમ્મતિમાં, સ્થાપનામાં, નામમાં, રૂપમાં,
પ્રતીત્યમાં, વ્યવહારમાં, સંભાવનામાં, ભાવમાં, ઉપમામાં — એવા દસ સ્થાનોમાં
દસ પ્રકારથી સત્ય જાણવાં. (આ દસ સત્યની વિશેષ વ્યાખ્યા માટે જુઓ ગો.
જી. ગા. ૨૨૩ – ૨૨૪ની ટીકા)
૨૨૪ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા