ધર્માનુપ્રેક્ષા ]
અર્થઃ — જે મુનિ, જીવોની રક્ષામાં તત્પર વર્તતો થકો, ગમનાગમન આદિ સર્વ કાર્યોમાં તૃણનો છેદમાત્ર પણ ન ઇચ્છે, ન કરે તે મુનિને ઉત્તમ સંયમધર્મ હોય છે.
ભાવાર્થઃ — સંયમ બે પ્રકારનો કહ્યો છેઃ ઇન્દ્રિય મનનું વશ કરવું તથા છ કાયના જીવોની રક્ષા કરવી. મુનિને આહારવિહારાદિ કરવામાં ગમન – આગમનાદિ કામ કરવું પડે છે પણ તે કાર્યો કરતાં એવા પરિણામ રહ્યા કરે કે ‘હું તૃણમાત્રનો પણ છેદ ન કરું, મારા નિમિત્તે કોઈનું અહિત ન થાઓ’. એવા યત્નરૂપ પ્રવર્તે છે, જીવદયામાં જ તત્પર રહે છે. અન્ય ગ્રંથોમાં સંયમનું વિશેષ વર્ણન કર્યું છે તે અહીં ટીકાકાર સંક્ષેપમાં કહે છેઃ —
સંયમ બે પ્રકારનો છેઃ એક ઉપેક્ષાસંયમ તથા બીજો અપહૃતસંયમ. ત્યાં જે સ્વભાવથી જ રાગ-દ્વેષને છોડી ગુપ્તિધર્મમાં કાયોત્સર્ગ – ધ્યાનપૂર્વક રહે તેને ઉપેક્ષાસંયમ કહે છે. ‘ઉપેક્ષા’ નામ ઉદાસીનતા વા વીતરાગતાનું છે. બીજા અપહૃતસંયમના ત્રણ ભેદ છેઃ ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય. ત્યાં ચાલતાં – બેસતાં જો જીવ દેખાય તો તેને ટાળીને જાય પણ જીવને સરકાવે નહિ તે ઉત્કૃષ્ટ છે, કોમળ મોરપીંછીથી જીવને સરકાવે તે મધ્યમ છે તથા અન્ય તૃણાદિકથી સરકાવે તે જઘન્ય છે. અહીં અપહૃતસંયમીને પાંચ સમિતિનો ઉપદેશ છે. ત્યાં આહાર-વિહાર અર્થે ગમન કરે તો પ્રાસુકમાર્ગ જોઈ જુડાપ્રમાણ (ચાર હાથ) ભૂમિને જોઈ મંદ મંદ અતિ યત્નાચારપૂર્વક ગમન કરે તે ઇર્યાસમિતિ છે; ધર્મોપદેશાદિ અર્થે વચન કહે તો હિતરૂપ, મર્યાદાપૂર્વક અને સંદેહરહિત સ્પષ્ટ અક્ષરરૂપ વચન કહે, અતિ પ્રલાપાદિ વચનના દોષરહિત બોલે તે ભાષાસમિતિ છે; કાયાની સ્થિતિ અર્થે આહાર કરે, તે પણ મન-વચન-કાય-કૃત-કારિત-અનુમોદના દોષ જેમાં ન લાગે એવો, પરનો આપેલો, છેંતાલીસ દોષ, બત્રીસ અંતરાય અને ચૌદ મળદોષ