૨૨૬ ]
રહિત, પોતાના કરપાત્રમાં, ઊભા ઊભા, અતિ યત્નપૂર્વક શુદ્ધઆહાર કરે તે એષણાસમિતિ છે; અતિ યત્નાચારપૂર્વક ભૂમિને જોઈને ધર્મનાં ઉપકરણો ઉઠાવવાં મૂકવાં તે આદાનનિક્ષેપણસમિતિ છે ત્રસ – સ્થાવરજીવોને જોઈ – ટાળી યત્નપૂર્વક શરીરનાં મળ – મૂત્રાદિને ક્ષેપવાં (નાખવાં – દાટવાં) તે પ્રતિષ્ઠાપના સમિતિ છે. એ પ્રમાણે પાંચ સમિતિ પાલન કરે તેનાથી સંયમ પળાય છે. (સિદ્ધાન્તમાં) એમ કહ્યું છે કે – જો યત્નાચારપૂર્વક પ્રવર્તે છે તો તેનાથી બાહ્ય જીવોને બાધા થાય તોપણ તેને બંધ નથી, તથા યાત્નાચારરહિત પ્રવર્તે છે તેને બાહ્ય જીવ મરો વા ન મરો પણ બંધ અવશ્ય થાય છે.
વળી અપહૃતસંયમના પાલન અર્થે આઠ વિશુદ્ધિઓનો ઉપદેશ છે. ૧. ભાવશુદ્ધિ, ૨. કાયશુદ્ધિ, ૩. વિનયશુદ્ધિ, ૪. ઇર્યાપથશુદ્ધિ, ૫. ભિક્ષાશુદ્ધિ, ૬. પ્રતિષ્ઠાપનાશુદ્ધિ, ૭. શયનાસનશુદ્ધિ તથા ૮. વાક્યશુદ્ધિ. તેમાં ભાવશુદ્ધિ તો કર્મના ક્ષયોપશમજનિત છે, એ વિના આચાર પ્રગટ થતો નથી; જેમ શુદ્ધ ઉજ્જ્વળ ભીંત ઉપર ચિત્ર શોભાયમાન દેખાય છે તેમ. વળી દિગમ્બરરૂપ, સર્વવિકારો રહિત, યત્નપૂર્વક પ્રવૃત્તિ છે જેમાં એવી, શાન્ત મુદ્રાને જોઈ અન્યને ભય ન ઊપજે અને પોતે પણ નિર્ભય રહે એવી કાયશુદ્ધિ છે. જ્યાં અરહંતાદિમાં ભક્તિ તથા ગુરુજનને અનુકૂળ રહેવું એવી વિનયશુદ્ધિ છે. જીવોનાં સર્વ સ્થાન મુનિ જાણે છે તેથી પોતાના જ્ઞાન દ્વારા સૂર્યના ઉદ્યોતથી નેત્રઇન્દ્રિય વડે માર્ગમાં અતિ યત્નપૂર્વક જોઈને ચાલવું તે ઇર્યાપથશુદ્ધિ છે. ભોજન માટે જતાં પહેલાં પોતાના મળ-મૂત્રની બાધાને પરખે, પોતાના અંગનું બરાબર પ્રતિલેખન કરે. આચારસૂત્રમાં કહ્યા પ્રમાણે દેશ
માટે પ્રવેશ કરે નહિ — જ્યાં ગીત નૃત્ય વાજિંત્ર વડે જેની આજીવિકા હોય તેના ઘેર જાય નહિ, પ્રસૂતિ થઈ હોય ત્યાં જાય નહિ, જ્યાં મૃત્યુ થયું હોય ત્યાં જાય નહિ, વેશ્યાના ઘરે જાય નહિ, જ્યાં પાપકર્મ – હિંસાકર્મ થતું હોય ત્યાં જાય નહિ, દીનના ઘરે, અનાથના ઘરે, દાનશાળામાં, યજ્ઞશાળામાં, યજ્ઞપૂજનશાળામાં તથા વિવાહાદિ મંગળ જ્યાં હોય તેના ઘરે આહાર અર્થે જાય નહિ, ધનવાનને ત્યાં જવું કે નિર્ધનને ત્યાં જવું એમ