ધર્માનુપ્રેક્ષા ]
વિચારે નહિ, લોકનિંદ્ય કુળના ઘરે જાય નહિ, દીનવૃત્તિ કરે નહિ, આગમમાં કહ્યા પ્રમાણે દોષ – અંતરાય ટાળી નિર્દોષ પ્રાસુક આહાર લે તે ભિક્ષાશુદ્ધિ છે. ત્યાં લાભ – અલાભ, સરસ – નીરસમાં સમાનબુદ્ધિ રાખે. એવી ભિક્ષા પાંચ પ્રકારની કહી છે. ૧. ગોચરી, ૨. અક્ષમ્રક્ષણ, ૩. ઉદરાગ્નિપ્રશમન, ૪. ભ્રમરાહાર, ૫. ગર્તપૂરણ. ત્યાં ગાયની માફક દાતારની સંપદાદિ તરફ નહિ જોતાં જેવો પ્રાપ્ત થયો તેવો આહાર લેવામાં જ ચિત્ત રાખે તે ગોચરીવૃત્તિ છે, જેમ ગાડીને વાંગિ (ઊંજણ કરી) ગામ પહોંચાડે તેમ સંયમની સાધક કાયાને નિર્દોષ આહાર આપી સંયમ સાધે તે અક્ષમ્રક્ષણવૃત્તિ છે. અગ્નિ લાગી હોય તેને જેવા તેવા પાણીથી બુઝાવી ઘરને બચાવે તેમ ક્ષુધાઅગ્નિને સરસ – નીરસ આહારથી બુઝાવી પોતાના પરિણામ ઉજ્જ્વળ રાખે તે ઉદરાગ્નિપ્રશમનવૃત્તિ છે. ભમરો જેમ ફૂલને બાધા ન પહોંચે અને વાસના લે તેમ મુનિ દાતારને બાધા પહોંચાડ્યા સિવાય આહાર લે તે ભ્રમરાહારવૃત્તિ છે. તથા જેમ ગર્તને એટલે ખાડાને જેમ તેમ ભરતી કરી ભરી દેવામાં આવે તેમ મુનિ સ્વાદ – બેસ્વાદ આહારથી ઉદરને ભરે તે ગર્તપૂરણવૃત્તિ છે. – એ પ્રમાણે ભિક્ષાશુદ્ધિ છે. જીવોને જોઈ યત્નપૂર્વક મળ-મૂત્ર-શ્લેષ્મ-થૂંક વગેરે ક્ષેપણ કરે તે પ્રતિષ્ઠાપનાશુદ્ધિ છે. જ્યાં સ્ત્રી, દુષ્ટ જીવ, નપુંસક, ચોર, મદ્યપાની અને જીવવધ કરવાવાળા નીચ મનુષ્યો વસતા હોય ત્યાં (મુનિ) ન વસે તે શયનાસનશુદ્ધિ છે; વળી શ્રૃંગાર, વિકારી આભૂષણ, સુંદર વેષ ધારનારી એવી વેશ્યાદિકની જ્યાં ક્રીડા હોય, સુંદર ગીત, નૃત્ય, વાજિંત્ર જ્યાં થતાં હોય, જ્યાં વિકારના કારણરૂપ નગ્ન ગુહ્યપ્રદેશ જેમાં દેખાય એવાં ચિત્ર હોય, જ્યાં હાસ્ય-મહોત્સવ, ઘોડા આદિને શિક્ષા આપવાનું સ્થાન હોય, વ્યાયામભૂમિ હોય તથા જેનાથી ક્રોધાદિક ઊપજી આવે એવા ઠેકાણે મુનિ ન વસે તે પણ શયનાસનશુદ્ધિ છે; જ્યાં સુધી કાયોત્સર્ગપૂર્વક ઊભા રહેવાની શક્તિ હોય ત્યાં સુધી સ્વરૂપમાં લીન બની ઊભા રહે પછી બેસે તથા કોઈ વેળા ખેદ મટાડવા માટે અલ્પ કાળ સૂવે (તે પણ શયનાસનશુદ્ધિ છે). જ્યાં આરંભની પ્રેરણા રહિત વચન પ્રવર્તે પણ યુદ્ધ – કામ – કર્કશ – પ્રલાપ – પૈશૂન્ય – કઠોર – પરપીડાકારક વચન ન પ્રવર્તે, અનેક વિકથારૂપ