વચન ન પ્રવર્તે, જેમાં વ્રત-શીલનો ઉપદેશ હોય, પોતાનું તથા પરનું જેથી
હિત થાય એવાં મીઠાં – મનોહર – વૈરાગ્યહેતુરૂપ, સ્વાત્મપ્રસંશા અને પરનિંદા
રહિત સંયમીને યોગ્ય વચન પ્રવર્તે તે વાક્યશુદ્ધિ છે. એ પ્રમાણે સંયમધર્મ
છે. સંયમના પાંચ ભેદ કહ્યા છેઃ સામાયિક, છેદોપસ્થાપના, પરિહાર-
વિશુદ્ધિ, સૂક્ષ્મસાંપરાય અને યથાખ્યાત એવા પાંચ ભેદ છે. તેમનું વિશેષ
વ્યાખ્યાન અન્ય ગ્રંથોથી જાણવું.
હવે ઉત્તમ તપધર્મ કહે છેઃ —
इहपरलोयसुहाणं णिरवेक्खो जो करेदि समभावो ।
विविहं कायकिलेसं तवधम्मो णिम्मलो तस्स ।।४००।।
इहपरलोकसुखानां निरपेक्षः यः करोति समभावः ।
विविधं कायक्लेशं तपोधर्मः निर्मलः तस्य ।।४००।।
અર્થઃ — જે મુનિ આલોક – પરલોકના સુખની અપેક્ષારહિત તથા
સુખ – દુઃખ, શત્રુ – મિત્ર, તૃણ – કંચન અને નિંદા – પ્રસંશાદિમાં રાગ-દ્વેષ-
રહિત સમભાવી થઈ અનેક પ્રકારનો કાયક્લેશ કરે છે, તે મુનિને નિર્મલ
અર્થાત્ ઉત્તમ તપધર્મ હોય છે.
ભાવાર્થઃ — ચારિત્ર અર્થે જે ઉદ્યમ અને ઉપયોગ કરે તેને તપ
કહ્યું છે. ત્યાં તે કાયક્લેશ સહિત જ હોય છે, તેથી આત્મામાં
વિભાવપરિણતિના સંસ્કાર થાય છે તેને મટાડવાનો તે ઉદ્યમ કરે છે.
પોતાના શુદ્ધસ્વરૂપ ઉપયોગને ચારિત્રમાં થંભાવે છે તે ઘણા જોરથી થંભે
છે; એ જોર કરવું એ જ તપ છે. તે બાહ્ય-અભ્યંતર ભેદથી બાર
પ્રકારનું કહ્યું છે. તેનું વર્ણન આગળ ચૂલિકામાં કરવામાં આવશે. એ
પ્રમાણે ઉત્તમ તપધર્મનું વર્ણન કર્યું.
હવે ઉત્તમ ત્યાગધર્મ કહે છેઃ —
जो चयदि मिट्ठभोज्जं उवयरणं रायदोससंजणयं ।
वसदिं ममत्तहेदुं चायगुणो सो हवे तस्स ।।४०१।।
૨૨૮ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા