છું – અન્ય મારું કાંઈ પણ નથી, હું અકિંચન છું’ — એવું નિર્મમત્વ થાય
તેને (ઉત્તમ) આકિંચન્ય ધર્મ હોય છે.
હવે ઉત્તમ બ્રહ્મચર્યધર્મ કહે છેઃ —
जो परिहरेदि संगं महिलाणं णेव पस्सदे रूवं ।
कामकहादिणियत्तो णवहा बंभं हवे तस्स ।।४०३।।
यः परिहरति संगं महिलानां नैव पश्यति रूपम् ।
कामकथादिनिवृत्तः नवधा ब्रह्म भवेत् तस्य ।।४०३।।
અર્થઃ — જે મુનિ સ્ત્રીઓની સંગતિ ન કરે, તેમના રૂપને ન
નીરખે, કામની કથા તથા ‘આદિ’ શબ્દથી તેના સ્મરણાદિથી રહિત હોય,
એ પ્રમાણે મન-વચન-કાય, કૃત-કારિત-અનુમોદના એમ નવ પ્રકારથી
તેનો ત્યાગ કરે, તે મુનિને ઉત્તમ બ્રહ્મચર્યધર્મ હોય છે.
ભાવાર્થઃ — અહીં એમ પણ જાણવું કે – ‘બ્રહ્મ’ નામ આત્મા છે,
તેમાં લીન થાય તે બ્રહ્મચર્ય છે. પરદ્રવ્યમાં આત્મા લીન થાય તેમાં
સ્ત્રીમાં લીન થવું પ્રધાન છે, કારણ કે કામ મનમાં ઉત્પન્ન થાય છે
એટલે અન્ય કષાયોથી પણ એ પ્રધાન છે, અને એ કામનું આલંબન
સ્ત્રી છે એટલે તેનો સંસર્ગ છોડી મુનિ પોતાના સ્વરૂપમાં લીન થાય છે.
તેની સંગતિ કરવી, રૂપ નીરખવું, તેની કથા કરવી, સ્મરણ કરવું – એ
સર્વ છોડે તેને બ્રહ્મચર્ય હોય છે. અહીં (સંસ્કૃત) ટીકામાં શીલના અઢાર
હજાર ભેદ આ પ્રમાણે લખ્યા છેઃ —
અચેતન સ્ત્રી – કાષ્ઠ, પાષાણ અને લેપકૃત છે. તેના મન-વચન-કાય
તથા કૃત-કારિત-અનુમોદના એ છએ ગુણતાં અઢાર ભેદ થયા, તેને પાંચ
ઇન્દ્રિયોથી ગુણતાં નેવું ભેદ થયા, તેને દ્રવ્ય અને ભાવથી ગુણતાં એકસો
એંશી ભેદ થયા, તેને ક્રોધ-માન-માયા-લોભ એ ચારેથી ગુણતાં સાતસો
વીસ ભેદ થયા. (એ પ્રમાણે અચેતન સ્ત્રી – નૈમિત્તિક કુશીલ સાતસો વીસ
ભેદ થયું.) તથાઃ —
૨૩૦ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા