ચેતન સ્ત્રી — દેવાંગના, મનુષ્યણી અને તિર્યંચણી. એ ત્રણને કૃત
-કારિત-અનુમોદનાથી ગુણતાં નવ ભેદ થયા, તેને મન-વચન-કાયા એ
ત્રણથી ગુણતાં સત્તાવીશ ભેદ થયા, તેને પાંચ ઇન્દ્રિયોથી ગુણતાં
એકસો પાંત્રીસ ભેદ થયા, તેને દ્રવ્ય અને ભાવથી ગુણતાં બસો
સીત્તેર ભેદ થયા, તેને આહાર-ભય-મૈથુન-પરિગ્રહ એ ચાર સંજ્ઞાથી
ગુણતાં એક હજાર એંશી ભેદ થયા, તેને અનંતાનુબંધી,
અપ્રત્યાખ્યાનાવરણી અને સંજ્વલનરૂપ ક્રોધ-માન-માયા-લોભરૂપ સોળ
કષાયોથી ગુણતાં સત્તર હજાર બસો એંશી ભેદ થયા, તેમાં ઉપરના
અચેતનસ્ત્રીનૈમિત્તિક સાતસો વીસ મેળવતાં કુશીલના ૧૮૦૦૦ – અઢાર
હજાર ભેદ થાય છે. વળી એ ભેદોને અન્ય પ્રકારથી પણ કહ્યા છે
તે અન્ય ગ્રંથોમાંથી જાણવા.★
એ બધા આત્માના પરિણામવિકારના
ભેદ છે. તે બધાને છોડી જ્યારે આત્મા પોતાના સ્વરૂપમાં રમણ કરે
ત્યારે ઉત્તમ બ્રહ્મચર્યધર્મ હોય છે.
હવે શીલવાનનું માહાત્મ્ય કહે છેઃ —
जो णवि जादि वियारं तरुणियणकडक्खबाणविद्धो वि ।
सो चेव सूरसूरो रणसूरो णो हवे सूरो ।।४०४।।
★ અશુભ મન-વચન-કાયને શુભ મન-વચન-કાયથી હણવા એ રીતે
શીલના નવ ભેદ થયા.
એ નવને અહાર, ભય, મૈથુન ને પરિગ્રહરૂપ ચાર સંજ્ઞાઓથી ગુણતાં ૩૬
ભેદ થયા.
એ છત્રીસને પાંચ ઇન્દ્રિયોના જયથી ગુણતાં ૧૮૦ ભેદ થયા.
એ ૧૮૦ને પૃથ્વી, અપ્, તેજ, વાયુ, વનસ્પતિ, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય,
ચાર ઇન્દ્રિય, સંજ્ઞી પંચેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય એ દશ ભેદથી ગુણતાં
૧૮૦૦ ભેદ થયા.
તેને ઉત્તમક્ષમાદિ દશધર્મે ગુણતાં ૧૮૦૦૦ ભેદ થયા.
ષટ્પ્રાભૃતાદિસંગ્રહ પૃષ્ઠ – ૨૬૭
ધર્માનુપ્રેક્ષા ]
[ ૨૩૧