૨૩૨ ]
અર્થઃ — જે પુરુષ, સ્ત્રીજનના કટાક્ષરૂપ બાણોથી વિંધાયો છતાં પણ, વિકારને પ્રાપ્ત થતો નથી તે શૂરવીરોમાં પ્રધાન છે, પરંતુ જે રણસંગ્રામમાં શૂરવીર છે તે (ખરેખર) શૂરવીર નથી.
ભાવાર્થઃ — યુદ્ધમાં સામી છાતીએ મરવાવાળા શૂરવીર તો ઘણા છે પણ જે સ્ત્રીવશ ન બની બ્રહ્મચર્યવ્રત પાલન કરે છે એવા વિરલા છે, એ જ ઘણા સાહસી – શૂરવીર અને કામને જીતવાવાળા ખરા સુભટ છે. એ પ્રમાણે દસ પ્રકારથી યતિધર્મનું વ્યાખ્યાન કર્યું.
હવે તેને સંકોચે છેઃ —
અર્થઃ — આ દસ પ્રકારરૂપ ધર્મ છે તે જ નિયમથી દશલક્ષણસ્વરૂપ ધર્મ છે, પરંતુ બીજા કે જ્યાં સૂક્ષ્મ પણ હિંસા હોય તે ધર્મ નથી.
ભાવાર્થઃ — જ્યાં હિંસા કરી તેમાં કોઈ અન્યમતી ધર્મ સ્થાપન કરે તેને ધર્મ કહી શકાય નહિ; આ દશલક્ષણસ્વરૂપ ધર્મ કહ્યો તે જ નિયમથી ધર્મ છે.
આ ગાથામાં કહ્યું કે — જ્યાં સૂક્ષ્મ પણ હિંસા હોય ત્યાં ધર્મ નથી.
હવે એ જ અર્થને સ્પષ્ટતાપૂર્વક કહે છેઃ —