Swami Kartikeyanupreksha (Gujarati).

< Previous Page   Next Page >


Page 233 of 297
PDF/HTML Page 257 of 321

 

ધર્માનુપ્રેક્ષા ]

[ ૨૩૩
हिंसारम्भः न शुभः देवनिमित्तं गुरूणां कार्येषु
हिंसा पापं इति मतं दयाप्रधानः यतः धर्मः ।।४०६।।

અર્થઃ‘હિંસા થાય તે પાપ છે તથા જેમાં દયાપ્રધાન છે તે ધર્મ છે’ એમ કહ્યું છે માટે દેવના અર્થે વા ગુરુકાર્યને અર્થે હિંસા -આરંભ કરવાં તે શુભ નથી.

ભાવાર્થઃઅન્યમતી હિંસામાં ધર્મ સ્થાપન કરે છે. મીમાંસક તો યજ્ઞ કરે છે તેમાં પશુઓને હોમી તેનું શુભ ફળ બતાવે છે; દેવી ભૈરવના ઉપાસકો બકરાં વગેરે મારી દેવીભૈરવને ચઢાવે છે અને તેનું શુભ ફળ માને છે; બૌદ્ધમતી હિંસા કરી માંસાદિકના આહારને શુભ કહે છે તથા શ્વેતામ્બરોનાં કેટલાંક સૂત્રોમાં એમ કહ્યું છે કે‘દેવ-ગુરુ -ધર્મના માટે ચક્રવર્તીની સેનાને પીલી નાંખવી; જે સાધુ આ પ્રમાણે નથી કરતો તે અનંતસંસારી થાય છે. વળી કોઈ ઠેકાણે મદ્યમાંસનો આહાર પણ તેમાં લખ્યો છે. એ સર્વનો આ ગાથાથી નિષેધ કર્યો છે એમ સમજવું, જે દેવ-ગુરુના કાર્ય માટે પણ હિંસાનો આરંભ કરે છે તે શુભ નથી, ધર્મ તો દયાપ્રધાન જ છે.

વળી આ પ્રમાણે પણ સમજવું કે પૂજા, પ્રતિષ્ઠા, ચૈત્યાલયનું નિર્માપન, સંઘયાત્રા તથા વસતિકાનું નિર્માપન આદિ ગૃહસ્થનાં કાર્યો છે, તેને પણ મુનિ પોતે ન કરે, ન કરાવે, ન અનુમોદે; કારણ કે તે ગૃહસ્થોનો ધર્મ છે. તેમનું વિધાન સૂત્રમાં લખ્યું હોય તેમ ગૃહસ્થ કરે. ગૃહસ્થ મુનિને આ સંબંધી પ્રશ્ન કરે તો મુનિ આમ કહે કે ‘જિનસિદ્ધાન્તમાં ગૃહસ્થનો ધર્મ પૂજાપ્રતિષ્ઠાદિ લખ્યો છે તેમ કરો.’ આ પ્રમાણે કહેવામાં હિંસાનો દોષ તો ગૃહસ્થને જ છે, માત્ર એ શ્રદ્ધાનભક્તિધર્મની પ્રધાનતા તેમાં જે થઈ, એ સંબંધી જે પુણ્ય થયું. તેના સીરી (ભાગીદાર) મુનિ પણ છે, પરંતુ હિંસા તો ગૃહસ્થની છે, તેના સીરી (ભાગીદાર) નથી. વળી ગૃહસ્થ પણ જો હિંસા કરવાનો અભિપ્રાય કરે તો તે અશુભ જ છે. પૂજાપ્રતિષ્ઠા યત્નપૂર્વક કરે છે તે કાર્યમાં ગૃહસ્થને હિંસા થાય તો તે કેમ ટળે? તેનું સમાધાન આ