૨૩૪ ]
છે કે – સિદ્ધાન્તમાં આમ પણ કહ્યું છે, કે અલ્પ અપરાધ લાગતાં પણ જો ઘણું પુણ્ય થતું હોય તો એવું કાર્ય ગૃહસ્થે કરવું યોગ્ય છે. ગૃહસ્થ તો જેમાં નફો જાણે તે કાર્ય કરે; જેમ થોડું દ્રવ્ય આપતાં પણ જો ઘણું દ્રવ્ય આવતું હોય તો તે કાર્ય કરે છે. પણ મુનિને એવાં કાર્ય હોતાં નથી. તેને તો સર્વથા યત્નપૂર્વક જ પ્રવર્તવું યોગ્ય છે એમ સમજવું.
અર્થઃ — દેવગુરુના અર્થે હિંસાનો આરંભ પણ જો યતિનો ધર્મ હોય તો જિનભગવાનનાં એવાં વચન છે કે ‘ધર્મ હિંસા રહિત છે’ એ વચન જૂઠ ઠરે.
ભાવાર્થઃ — ભગવાને ધર્મ તો હિંસા રહિત કહ્યો છે માટે દેવ -ગુરુના કાર્ય અર્થે પણ મુનિ હિંસાનો આરંભ ન કરે, શ્વેતાંબર કહે છે તે મિથ્યા છે.
હવે ધર્મનું દુર્લભપણું દર્શાવે છેઃ —
અર્થઃ — એ પ્રમાણે જે જીવ અનાદિકાળથી મિથ્યાત્વસંયુક્ત છે, જેને કાળાદિ લબ્ધિ પ્રાપ્ત થઈ નથી, તેને આ જિનેશ્વરદેવનો ધર્મ અલબ્ધપૂર્વ છે અર્થાત્ પૂર્વે કદી પણ તે પામ્યો નથી.
ભાવાર્થઃ — જીવોને અનાદિકાળથી મિથ્યાત્વની અલટ (ગાંઠ) એવી છે કે તેને જીવ – અજીવાદિ તત્ત્વાર્થોનું શ્રદ્ધાન કદી પણ થયું નથી