पुण्यं अपि यः समिच्छति संसारः तेन ईहितः भवति ।
पुण्यं सद्गतिहेतुः पुण्यक्षयेण एव निर्वाणम् ।।४१०।।
અર્થઃ — જે પુણ્યને પણ ઇચ્છે છે તે પુરુષે સંસાર ઇચ્છ્યો,
કારણ કે પુણ્ય છે તે સુગતિના બંધનું કારણ છે અને મોક્ષ છે તે તો
પુણ્યનો પણ ક્ષય કરી પ્રાપ્ત થાય છે.
ભાવાર્થઃ — પુણ્યથી સુગતિ થાય છે એટલે જેણે પુણ્ય વાંચ્છ્યું
તેણે સંસાર વાંચ્છ્યો, કારણ કે સુગતિ છે તે પણ સંસાર જ છે; અને
મોક્ષ તો પુણ્યનો પણ ક્ષય થતાં થાય છે એટલે મોક્ષાર્થીએ પુણ્યની
વાંચ્છા કરવી યોગ્ય નથી.
जो अहिलसेदि पुण्णं सकसाओ विसयसोक्खतह्णाए ।
दूरे तस्स विसोही विसोहिमूलाणि पुण्णाणि ।।४११।।
यः अभिलषति पुण्यं सकषायः विषयसौख्यतृष्णया ।
दूरे तस्य विशुद्धिः विशुद्धिमूलानि पुण्यानि ।।४११।।
અર્થઃ — જે કષાય સહિત થતો થકો વિષયસુખની તૃષ્ણાથી
પુણ્યની અભિલાષા કરે છે તેને મંદકષાયના અભાવથી વિશુદ્ધતા દૂર વર્તે
છે. અને પુણ્યકર્મ છે તે તો વિશુદ્ધતા (મંદકષાય) છે મૂળ – કારણ જેનું
એવું છે.
ભાવાર્થઃ — વિષયોની તૃષ્ણાથી જે પુણ્યને ઇચ્છે છે એ જ
તીવ્રકષાય છે અને પુણ્યબંધ થાય છે તે તો મંદકષાયરૂપ વિશુદ્ધતાથી
થાય છે, એટલે જે પુણ્યને ઇચ્છે છે તેને આગામી પુણ્યબંધ પણ થતો
નથી, નિદાનમાત્ર ફળ થાય તો થાય.
पुण्णासए ण पुण्णं जदो णिरीहस्स पुण्णसंपत्ती ।
इय जाणिऊण जइणो पुण्णे वि म आयरं कुणह ।।४१२।।
पुण्याशया न पुण्यं यतः निरीहस्य पुण्यसम्प्राप्तिः ।
इति ज्ञात्वा यतिनः पुण्ये अपि मा आदरं कुरुध्वम् ।।४१२।।
૨૩૬ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા