અર્થઃ — કારણ કે પુણ્યની વાંચ્છાથી કાંઈ પુણ્યબંધ થતો નથી,
પરંતુ વાંચ્છા રહિત પુરુષને પુણ્યબંધ થાય છે એટલા માટે પણ અર્થાત્
એમ જાણીને પણ હે યતીશ્વર! તમે પુણ્યમાં પણ વાંચ્છા – આદર ન કરો!
ભાવાર્થઃ — અહીં મુનિજનોને ઉપદેશ્યા છે કે — પુણ્યની
વાંચ્છાથી પુણ્યબંધ થતો નથી, પુણ્યબંધ તો આશા મટતાં બંધાય છે.
માટે પુણ્યની આશા પણ ન કરો, માત્ર પોતાના સ્વરૂપની પ્રાપ્તિની
આશા કરો.
पुण्णं बंधदि जीवो मंदक साएहि परिणदो संतो ।
तम्हा मंदकसाया हेऊ पुण्णस्स ण हि वंछा ।।४१३।।
पुण्यं बध्नाति जीवः मन्दकषायैः परिणतः सन् ।
तस्मात् मन्दकषायाः हेतुः पुण्यस्य न हि वांछा ।।४१३।।
અર્થઃ — મંદકષાયરૂપ પરિણમેલો જીવ પુણ્યને બાંધે છે, માટે
પુણ્યબંધનું કારણ મંદકષાય છે, પણ વાંચ્છા પુણ્યબંધનું કારણ નથી.
પુણ્યબંધ મંદકષાયથી થાય છે અને તેની (પુણ્યબંધની) વાંચ્છા છે તે તો
તીવ્રકષાય છે માટે વાંચ્છા કરવી નહિ. નિર્વાંચ્છક પુરુષને પુણ્યબંધ થાય
છે. લૌકિકમાં પણ કહે છે કે જે ચાહના કરે તેને કાંઈ મળતું નથી અને
ચાહવિનાનાને ઘણું મળે છે; માટે વાંચ્છાનો તો નિષેધ જ છે.
પ્રશ્નઃ — અધ્યાત્મગ્રંથોમાં તો પુણ્યનો નિષેધ ઘણો કર્યો છે અને
પુરાણોમાં પુણ્યનો જ અધિકાર છે; માટે અમે તો એમ જાણીએ છીએ
કે સંસારમાં પુણ્ય જ મોટી વસ્તુ છે, તેનાથી તો અહીં ઇન્દ્રિયોનાં સુખ
મળે છે. મનુષ્યપર્યાય, સારી સંગતિ, ભલું શરીર અને મોક્ષસાધનના
ઉપાય એનાથી મળે છે, ત્યારે પાપથી તો નરક-નિગોદમાં જાય, ત્યાં
મોક્ષનું સાધન પણ ક્યાંથી મળે? માટે એવાં પુણ્યની વાંચ્છા કેમ ન
કરવી?
સમાધાનઃ — એ કહ્યું તે તો સાચું છે, પરંતુ માત્ર ભોગના અર્થે
પુણ્યની વાંચ્છાનો અત્યંત નિષેધ છે. કારણ કે ભોગના અર્થે પુણ્યની
ધર્માનુપ્રેક્ષા ]
[ ૨૩૭