૨૩૮ ]
વાંચ્છા કરે છે તેને પ્રથમ તો સાતિશય પુણ્યબંધ થતો જ નથી, અને તપશ્ચરાણાદિ કરી કાંઈક પુણ્ય બાંધી ભોગ પામે અને ત્યાં અતિ તૃષ્ણાપૂર્વક ભોગોને સેવે તો નરક – નિગોદ જ પામે, તથા બંધ-મોક્ષનું સ્વરૂપ સાધવા માટે પુણ્ય પામે તેનો તો નિષેધ છે નહિ. પુણ્યથી મોક્ષ સાધવાની સામગ્રી મળે એવો ઉપાય રાખે તો ત્યાં પરંપરાએ મોક્ષની જ વાંચ્છા થઈ – પુણ્યની વાંચ્છા ન થઈ. જેમ કોઈ પુરુષ ભોજન કરવાની વાંચ્છાથી રસોઈની સામગ્રી ભેળી કરે તેની વાંચ્છા પહેલી હોય તો તેને ભોજનની જ વાંચ્છા કહેવાય, પરંતુ ભોજનની વાંચ્છા વિના માત્ર સામગ્રીની જ વાંચ્છા કરે તો ત્યાં સામગ્રી મળવા છતાં પણ પ્રયાસમાત્ર જ થયો પણ કાંઈ ફળ તો ન થયું એમ સમજવું. પુરાણોમાં પુણ્યનો અધિકાર છે તે પણ મોક્ષના જ અર્થે છે, સંસારનો તો ત્યાં પણ નિષેધ જ છે.
હવે દશલક્ષણધર્મ છે તે દયાપ્રધાન છે અને દયા છે તે જ સમ્યક્ત્વનું મુખ્ય ચિહ્ન છે, કારણ કે સમ્યક્ત્વ છે તે જીવ, અજીવ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ એ તત્ત્વાર્થોનાં જ્ઞાનપૂર્વક શ્રદ્ધાનસ્વરૂપ છે, એ હોય તો સર્વ જીવોને તે પોતા સમાન અવશ્ય જાણે, તેઓને દુઃખ થાય તો પોતાનાં દુઃખ માફક જાણે એટલે તેઓની કરુણા અવશ્ય થાય.
વળી પોતાનું શુદ્ધસ્વરૂપ જાણે ત્યારે કષાયોને અપરાધરૂપ - દુઃખરૂપ જાણે અને તેમનાથી પોતાનો ઘાત જાણે ત્યારે કષાયભાવના અભાવને પોતાની દયા માને; એ પ્રમાણે અહિંસાને ધર્મ જાણે તથા હિંસાને અધર્મ માને અને એવું શ્રદ્ધાન, તે જ સમ્યક્ત્વ છે. તેનાં નિઃશંકિતાદિ આઠ અંગ છે, તેને જીવદયા ઉપર જ લગાવીને અહીં કહે છે. ત્યાં —
પ્રથમ નિઃશંકિતઅંગ કહે છેઃ —