૨૪૦ ]
અર્થઃ — જે સમ્યગ્દ્રષ્ટિ દુર્ધર તપ કરવા છતાં પણ સ્વર્ગનાં સુખોને માટે ધર્મ આચરતો નથી તેને નિઃકાંક્ષિતગુણ હોય છે. કેવો છે તે? તે દુર્ધર તપ કરી માત્ર એક મોક્ષને જ વાંચ્છે છે.
ભાવાર્થઃ — જે માત્ર એક મોક્ષાભિલાષાથી જ ધર્મનું આચરણ કરે છે, દુર્ધર તપ કરે છે, પણ સ્વર્ગાદિકનાં સુખોને વાંચ્છતો નથી તેને નિઃકાંક્ષિતગુણ હોય છે.
હને નિર્વિચિકિત્સાગુણ કહે છેઃ —
અર્થઃ — પ્રથમ તો દેહનો સ્વભાવ જ દુર્ગન્ધ – અશુચિમય છે અને બહારમાં સ્નાનાદિ સંસ્કારના અભાવથી વધારે અશુચિ – દુર્ગન્ધરૂપ દેખાય છે એવા, દશ પ્રકારના યતિધર્મ સંયુક્ત, મુનિરાજના દેહને દેખીને તેમની અવજ્ઞા ન કરવી તે નિર્વિચિકિત્સાગુણ છે.
ભાવાર્થઃ — સમ્યગ્દ્રષ્ટિપુરુષની દ્રષ્ટિ મુખ્યપણે સમ્યગ્દર્શન – જ્ઞાન – ચારિત્રરૂપ ગુણો ઉપર પડે છે, દેહ તો સ્વભાવથી જ અશુચિ – દુર્ગન્ધરૂપ છે, તેથી મુનિરાજના દેહ તરફ શું દેખે? તેમના રત્નત્રય (સમ્યગ્દર્શન – જ્ઞાન – ચારિત્ર) તરફ દેખે તો ગ્લાનિ શી રીતે આવે? એ ગ્લાનિ ન ઉપજાવવી તે જ નિર્વિચિકિત્સાગુણ છે. પણ જેને સમ્યક્ત્વગુણ પ્રધાન નથી તેની દ્રષ્ટિ પહેલી દેહ ઉપર પડતાં જ તેને ગ્લાનિ ઊપજે છે, અને ત્યારે આ ગુણ તેને નથી (એમ સમજવું).
હવે અમૂઢદ્રષ્ટિગુણ કહે છેઃ —