भयलज्जालाहादो हिंसारंभो ण मण्णदे धम्मो ।
जो जिणवयणे लीणो अमूढदिट्ठी हवे सो हु ।।४१८।।
भयलज्जालाभात् हिंसारम्भः न मन्यते धर्मः ।
यः जिनवचने लीनः अमूढदृष्टिः भवेत् सः स्फु टम् ।।४१८।।
અર્થઃ — જે ભયથી, લજ્જાથી તથા લાભથી પણ હિંસાના
આરંભને ધર્મ ન માને તે પુરુષ અમૂઢદ્રષ્ટિગુણ સંયુક્ત છે. કેવો છે તે?
જિનવચનમાં લીન છે, ભગવાને ‘અહિંસાને જ ધર્મ કહ્યો છે’ એવી દ્રઢ
શ્રદ્ધા યુક્ત છે.
ભાવાર્થઃ — અન્યમતીઓ યજ્ઞાદિક હિંસામાં ધર્મ સ્થાપે છે તેને
રાજાના ભયથી, કોઈ વ્યંતરના ભયથી, લોકની લજજાથી વા કોઈ
ધનાદિકના લોભથી ઇત્યાદિ અનેક કારણોથી પણ ધર્મ ન માને, પરંતુ
એવી શ્રદ્ધા રાખે કે ‘ધર્મ તો ભગવાને અહિંસાને જ કહ્યો છે’ તેને
અમૂઢદ્રષ્ટિગુણ કહે છે. અહીં હિંસારંભ કહેવાથી હિંસાના પ્રરૂપક દેવ
-શાસ્ત્ર-ગુરુ આદિમાં પણ મૂઢદ્રષ્ટિવાન ન થાય — એમ સમજવું.
હવે ઉપગૂહનગુણ કહે છેઃ —
जो परदोसं गोवदि णियसुकयं णो पयासदे लोए ।
भवियव्वभावणरओ उवगूहणकारओ सो हु ।।४१९।।
यः परदोषं गोपयति निजसुकृतं नो प्रकाशयते लोके ।
भवितव्यभावनारतः उपगूहनकारकः सः स्फु टम् ।।४१९।।
અર્થઃ — જે સમ્યગ્દ્રષ્ટિ પરના દોષને ઢાંકે – ગોપવે તથા પોતાના
સુકૃત અર્થાત્ પુણ્ય – ગુણો લોકમાં પ્રકાશે નહિ – કહેતો ફરે નહિ, પણ
આવી ભાવનામાં લીન રહે કે ‘જે ભવિતવ્ય છે તે થાય છે તથા થશે’
તે ઉપગૂહનગુણવાળો છે.
ભાવાર્થઃ — ‘જે કર્મનો ઉદય છે તે અનુસાર લોકમાં મારી પ્રવૃત્તિ
છે અને જે થવા યોગ્ય છે તે જ થાય છે’ એવી ભાવના સમ્યગ્દ્રષ્ટિને
ધર્માનુપ્રેક્ષા ]
[ ૨૪૧