૨૪૨ ]
રહે છે. તેથી તે પોતાના ગુણને અને પરના દોષને પ્રકાશતો ફરતો નથી. વળી સાધર્મીજનમાં વા પૂજ્ય પુરુષોમાં કર્મોદયવશ કોઈ દોષ જણાય તો તેને છુપાવે – ઉપદેશાદિકથી તે દોષ છોડાવે, પણ એમ ન કરે કે જેથી તેની અને ધર્મની નિન્દા થાય. ધર્મ તથા ધર્માત્મામાંથી દોષનો અભાવ કરવો. ત્યાં છુપાવવું એ પણ અભાવ કરવા તુલ્ય છે અર્થાત્ જેને લોક ન જાણે તે અભાવ બરાબર જ છે. એ પ્રમાણે ઉપગૂહનગુણ હોય છે.
અર્થઃ — ધર્મથી ચલાયમાન થતા એવા અન્યને ધર્મમાં સ્થાપવો તથા પોતાના આત્માને પણ (ધર્મથી) ચલિત થતો (ધર્મમાં) દ્રઢ કરવો. તેને નિશ્ચયથી સ્થિતિકરણગુણ હોય છે.
ભાવાર્થઃ — ધર્મથી ચલિત થવાનાં અનેક કારણો હોય છે, ત્યાં નિશ્ચય – વ્યવહારરૂપ ધર્મથી પરને તથા પોતાને ચલિત થતો જાણી ઉપદેશથી વા જેમ બને તેમ દ્રઢ કરવો તેને સ્થિતિકરણગુણ હોય છે.
હવે વાત્સલ્યગુણ કહે છેઃ —
અર્થઃ — જે સમ્યગ્દ્રષ્ટિજીવ ધાર્મિક અર્થાત્ સમ્યગ્દ્રષ્ટિશ્રાવક – મુનિજનોમાં ભક્તિવાન હોય, પરમશ્રદ્ધાપૂર્વક તેઓના અનુસારે પ્રવર્તે તથા પ્રિયવચન બોલતો થકો પ્રવર્તે તે ભવ્યને વાત્સલ્યગુણ હોય છે.