ભાવાર્થઃ — વાત્સલ્યગુણમાં ધર્માનુરાગ પ્રધાન હોય છે.
ધર્માત્માપુરુષોમાં જેને ઉત્કૃષ્ટપણે ભક્તિ – અનુરાગ હોય, તેઓમાં
પ્રિયવચન સહિત જે પ્રવર્તે, તેમનાં ભોજન – ગમન – આગમન આદિ
ક્રિયામાં અનુચર જેવો બની જે પ્રવર્તે તથા ગાય – વાછરડા જેવી પ્રીતિ
રાખે તેને વાત્સલ્યગુણ હોય છે.
હવે પ્રભાવનાગુણ કહે છેઃ —
जो दसभेयं धम्मं भव्वजणाणं पयासदे विमलं ।
अप्पाणं पि पयासदि णाणेण पहावणा तस्स ।।४२२।।
यः दशभेदं धर्मं भव्यजनानां प्रकाशयति विमलम् ।
आत्मानं अपि प्रकाशयति ज्ञानेन प्रभावना तस्य ।।४२२।।
અર્થઃ — જે સમ્યગ્દ્રષ્ટિ, ભવ્યજીવોની પાસે પોતાના જ્ઞાન દ્વારા
દશભેદરૂપ ધર્મને પ્રગટ કરે, તથા પોતાના આત્માને પણ દશપ્રકારરૂપ
ધર્મથી પ્રકાશિત કરે તેને પ્રભાવનાગુણ હોય છે.
ભાવાર્થઃ — ધર્મને વિખ્યાત કરવો તે પ્રભાવનાગુણ છે, ત્યાં
ઉપદેશાદિકથી તો પરમાં ધર્મને પ્રગટ કરે તથા પોતાના આત્માને પણ
દશવિધધર્મના અંગીકારથી કર્મકલંકરહિત પ્રકાશિત કરે તેને પ્રભાવનાગુણ
હોય છે.
जिणसासणमाहप्पं बहुविहजुत्तीहिं जो पयासेदि ।
तह तिव्वेण तवेण य पहावणा णिम्मला तस्स ।।४२३।।
जिनशासनमाहात्म्यं बहुविधयुक्तिभिः यः प्रकाशयति ।
तथा तीव्रेण तपसा च प्रभावना निर्मला तस्य ।।४२३।।
અર્થઃ — જે સમ્યગ્દ્રષ્ટિપુરુષ, પોતાના જ્ઞાનબળથી અનેક પ્રકારની
યુક્તિપૂર્વક વાદિજનોનું નિરાકરણ કરી તથા ન્યાય, વ્યાકરણ, છંદ,
અલંકાર અને સાહિત્યવિદ્યાથી વક્તાપણા વા શાસ્ત્રરચના – દ્વારા અનેક
ધર્માનુપ્રેક્ષા ]
[ ૨૪૩