પ્રકારની યુક્તિથી વાદિજનોનું નિરાકરણ કરી વા અતિશય – ચમત્કાર
– પૂજાપ્રતિષ્ઠા વડે વા મહાન દુર્ધર તપશ્ચરણથી જિનશાસનનું માહાત્મ્ય
પ્રગટ કરે તેને પ્રભાવનાગુણ નિર્મળ થાય છે.
ભાવાર્થઃ — આ પ્રભાવનાગુણ મહાન ગુણ છે. તેનાથી અનેક
જીવોને ધર્મની અભિરુચિ – શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. સમ્યગ્દ્રષ્ટિ પુરુષોને
(પ્રભાવનાગુણ) અવશ્ય હોય છે.
હવે ‘નિઃશંકિતાદિ ગુણો કેવા પુરુષને હોય છે?’ તે કહે છેઃ —
जो ण कुणदि परतत्तिं पुणु पुणु भावेदि सुद्धमप्पाणं ।
इंदियसुहणिरवेक्खो णिस्संकाई गुणा तस्स ।।४२४।।
यः न करोति परतप्तिं पुनः पुनः भावयति शुद्धं आत्मानम् ।
इन्द्रियसुखनिरपेक्षः निःशंकादयः गुणाः तस्य ।।४२४।।
અર્થઃ — જે પુરુષ પરની નિંદા ન કરે, શુદ્ધ આત્માને વારંવાર
ચિંતવતો હોય, તથા ઇન્દ્રિયસુખની અપેક્ષા – વાંચ્છારહિત હોય તેને
નિઃશંકિતાદિ આઠ ગુણ અને અહિંસાધર્મરૂપ સમ્યક્ત્વ હોય છે.
ભાવાર્થઃ — અહીં ત્રણ વિશેષણ છે. તેમનું તાત્પર્ય એ છે કે જે
પરની નિંદા કરે તેને નિર્વિચિકિત્સા, ઉપગૂહન, સ્થિતિકરણ તથા
વાત્સલ્યગુણ ક્યાંથી હોય? માટે પરનો નિંદક ન હોય ત્યારે આ ચાર
ગુણ હોય છે. વળી જેને પોતાના આત્માના વસ્તુસ્વરૂપમાં શંકા – સંદેહ
હોય તથા મૂઢદ્રષ્ટિ હોય તે પોતાના આત્માને વારંવાર શુદ્ધ કયાંથી
ચિંતવે? તેથી જે પોતાને શુદ્ધ ભાવે (ચંતવે) તેને જ નિઃશંકિત અને
અમૂઢદ્રષ્ટિગુણ હોય છે તથા પ્રભાવના પણ તેને જ હોય છે. વળી જેને
ઇન્દ્રિયસુખની વાંચ્છા હોય તેને નિઃકાંક્ષિતગુણ હોતો નથી, પણ
ઇન્દ્રિયસુખની વાંચ્છારહિત થતાં જ નિઃકાંક્ષિતગુણ હોય છે. એ પ્રમાણે
આઠ ગુણો હોવાનાં આ ત્રણ વિશેષણો છે.
હવે કહે છે કે જેમ આ આઠ ગુણ ધર્મમાં કહ્યા તેમ દેવ-ગુરુ
આદિમાં પણ સમજવાઃ —
૨૪૪ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા