Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 425-426.

< Previous Page   Next Page >


Page 245 of 297
PDF/HTML Page 269 of 321

 

ધર્માનુપ્રેક્ષા ]

[ ૨૪૫
णिस्संकापहुडिगुणा जह धम्मे तह य देवगुरुतच्चे
जाणेहि जिणमयादो सम्मत्तविसोहया एदे ।।४२५।।
निःशंकाप्रभृतिगुणाः यथा धर्मे तथा च देवगुरुतत्त्वे
जानीहि जिनमतात् सम्यक्त्वविशोधकाः एते ।।४२५।।

અર્થઃજેમ આ નિઃશંકિતાદિ આઠ ગુણ ધર્મમાં પ્રગટ થાય છે તેમ દેવના સ્વરૂપમાં, ગુરુના સ્વરૂપમાં, છ દ્રવ્યપંચાસ્તિકાય સાતતત્ત્વનવપદાર્થના સ્વરૂપમાં પણ હોય છે. તેને પ્રવચનસિદ્ધાન્તથી સમજવા. આ આઠ ગુણ સમ્યક્ત્વને નિરતિચાર વિશુદ્ધ કરવાવાળા છે.

ભાવાર્થઃદેવ, ગુરુ અને તત્ત્વમાં શંકા ન કરવી, તેની યથાર્થ શ્રદ્ધા વડે ઇન્દ્રિયસુખની વાંચ્છારૂપ કાંક્ષા ન કરવી, તેમાં ગ્લાનિ ન લાવવી, તેમાં મૂઢદ્રષ્ટિ ન રાખવી, તેના દોષોનો અભાવ કરવો વા તેને ઢાંકવા, તેનું શ્રદ્ધાન દ્રઢ કરવું, તેમાં વાત્સલ્ય એટલે વિશેષ અનુરાગ કરવો અને તેનું માહાત્મ્ય પ્રગટ કરવુંએ આઠ ગુણ તેમાં (દેવગુરુ તથા તત્ત્વાદિકમાં) જાણવા. આગળ સમ્યગ્દ્રષ્ટિ થઈ ગયા તેઓની કથા જિનપ્રવચનથી જાણવી. આ આઠે ગુણો અતિચારદોષ દૂર કરી સમ્યક્ત્વને નિર્મળ કરવાવાળા છે, એમ સમજવું.

હવે ‘આ ધર્મને જાણવાવાળા તથા આચરવાવાળા દુર્લભ છે’ એમ કહે છેઃ

धम्मं ण मुणदि जीवो अहवा जाणेइ कहवि कट्ठेण
काउं तो वि ण सक्कदि मोहपिसाएण भोलविदो ।।४२६।।
धर्मं न जानाति जीवः अथवा जानाति कथमपि कष्टेन
कर्तुं तदपि न शक्नोति मोहपिशाचेन भ्रामितः ।।४२६।।

અર્થઃઆ સંસારમાં પ્રથમ તો જીવ ધર્મને જાણતો જ નથી, વળી કોઈ પ્રકારથી ઘણાં કષ્ટ વડે જો જાણે છે તો ત્યાં મોહરૂપ પિશાચથી ભ્રમિત થતો થકો ધર્મ આચરવાને સમર્થ થતો નથી.