ભાવાર્થઃ — અનાદિ સંસારથી મિથ્યાત્વ વડે ભ્રમિત એવો આ
પ્રાણી પ્રથમ તો ધર્મને જાણતો જ નથી. વળી કોઈ કાળલબ્ધિથી, ગુરુના
સંયોગથી અને જ્ઞાનાવરણીના ક્ષયોપશમથી કદાપિ જાણે છે તો ત્યાં એને
આચરવો દુર્લભ છે.
હવે ધર્મગ્રહણનું માહાત્મ્ય દ્રષ્ટાન્તપૂર્વક કહે છેઃ —
जह जीवो कुणइ रइं पुत्तकलत्तेसु कामभोगेसु ।
तह जइ जिणिंदधम्मे तो लीलाए सुहं लहदि ।।४२७।।
यथा जीवः करोति रतिं पुत्रकलत्रेषु कामभोगेषु ।
तथा यदि जिनेन्द्रधर्मे तत् लीलया सुखं लभते ।।४२७।।
અર્થઃ — જેમ આ જીવ પુત્ર – કલત્રમાં તથા કામ – ભોગમાં રતિ
– પ્રીતિ કરે છે તેમ જો જિનેન્દ્રના વીતરાગધર્મમાં કરે તો લીલામાત્ર
અલ્પ કાળમાં જ સુખને પ્રાપ્ત થાય.
ભાવાર્થઃ — આ પ્રાણીને જેવી સંસારમાં તથા ઇન્દ્રિયવિષયોમાં
પ્રીતિ છે, તેવી જો જિનેશ્વરના દશલક્ષણધર્મસ્વરૂપ વીતરાગધર્મમાં પ્રીતિ
થાય તો થોડા જ કાળમાં તે મોક્ષને પામે.
હવે કહે છે કે જીવ લક્ષ્મી ઇચ્છે છે પણ તે ધર્મ વિના ક્યાંથી
હોય?
लच्छिं वंछेइ णरो णेव सुधम्मेसु आयरं कुणइ ।
बीएण विणा कुत्थ वि किं दीसदि सस्सणिप्पत्ती ।।४२८।।
लक्ष्मीं वांछति नरः नैव सुधर्मेषु आदरं करोति ।
बीजेन विना कुत्र अपि किं दृश्यते सस्यनिष्पत्तिः ।।४२८।।
અર્થઃ — આ જીવ લક્ષ્મીને ઇચ્છે છે પણ જિનેન્દ્રના કહેલા
મુનિ – શ્રાવકધર્મમાં આદર-પ્રીતિ કરતો નથી, પરંતુ લક્ષ્મીનું કારણ તો
ધર્મ છે એટલે એ વિના તે ક્યાંથી આવે? જેમ બીજ વિના ધાન્યની
ઉત્પત્તિ ક્યાંય દેખાય છે? નથી દેખાતી.
૨૪૬ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા