ભાવાર્થઃ — જેમ બીજ વિના ધાન્ય ન થાય તેમ ધર્મ વિના
સંપદા પણ ન થાય એ પ્રસિદ્ધ છે.
હવે ધર્માત્માજીવોની પ્રવૃત્તિ કહે છેઃ —
जो धम्मत्थो जीवो सो रिउवग्गे वि कुणदि खमभावं ।
ता परदव्वं वज्जइ जणणिसमं गणइ परदारं ।।४२९।।
यः धर्मस्थः जीवः सः रिपुवर्गे अपि करोति क्षमाभावम् ।
तावत् परद्रव्यं वर्जयति जननीसमं गणयति परदारान् ।।४२९।।
અર્થઃ — જે જીવ ધર્મમાં સ્થિર છે તે વૈરીઓના સમૂહ પર
પણ ક્ષમાભાવ કરે છે, પરદ્રવ્યને તજે છે – અંગીકાર કરતો નથી તથા
પરસ્ત્રીને માતા, બહેન અને પુત્રી સમાન ગણે છે.
ता सव्वत्थ वि कित्ती ता सव्वत्थ वि हवेइ वीसासो ।
ता सव्वं पिय भासइ ता सुद्धं माणसं कुणइ ।।४३०।।
तावत् सर्वत्र अपि कीर्तिः तावत् सर्वत्र अपि भवति विश्वासः ।
तावत् सर्वं प्रियं भाषते तावत् शुद्धं मानसं करोति ।।४३०।।
અર્થઃ — જે જીવ ધર્મમાં સ્થિર છે તેની સર્વ લોકમાં કીર્તિ
(પ્રસંશા) થાય છે, સર્વ લોક તેનો વિશ્વાસ કરે છે; વળી તે પુરુષ સર્વને
પ્રિય વચન કહે છે જેથી કોઈ દુઃખી થતો નથી, તે પુરુષ પોતાના અને
પરના દિલને શુદ્ધ – ઉજ્જ્વળ કરે છે, કોઈને તેના માટે કલુષતા રહેતી
નથી, તેમ તેને પણ કોઈના માટે કલુષતા રહેતી નથી, ટૂંકમાં ધર્મ સર્વ
પ્રકારથી સુખદાયક છે.
હવે ધર્મનું માહાત્મ્ય કહે છેઃ —
उत्तमधम्मेण जुदो होदि तिरिक्खो वि उत्तमो देवो ।
चंडालो वि सुरिंदो उत्तमधम्मेण संभवदि ।।४३१।।
उत्तमधर्मेण युतः भवति तिर्यञ्चः अपि उत्तमः देवः ।
चण्डालः अपि सुरेन्द्रः उत्तमधर्मेण संभवति ।।४३१।।
ધર્માનુપ્રેક્ષા ]
[ ૨૪૭