Swami Kartikeyanupreksha (Gujarati).

< Previous Page   Next Page >


Page 3 of 297
PDF/HTML Page 27 of 321

 

background image
મંગલાચરણ ][ ૩
વળી ત્રણભુવનના તિલક તો ઇન્દ્ર પણ છે, એટલે તેનાથી
(જિનદેવને) ભિન્ન દર્શાવવા માટે ‘त्रिभुवनेंद्रपरिपूज्यं’ એવું વિશેષણ અહીં
આપ્યું; તેનાથી ત્રણ ભુવનના ઇન્દ્રો વડે પણ પૂજનીક એવા દેવ છે તેમને
અહીં નમસ્કાર કર્યા છે.
અહીં આ પ્રમાણે સમજવું કેએવું દેવપણું તો શ્રી અરહંત, સિદ્ધ,
આચાર્ય, ઉપાધ્યાય, અને સાધુએ પાંચ પરમેષ્ઠીમાં જ સંભવે છે, કારણ
કેપરમ સ્વાત્મજનિત આનંદ સહિત ક્રીડા, કર્મને જીતવારૂપ વિજિગીષા,
સ્વાત્મજનિત પ્રકાશરૂપ દ્યુતિ, સ્વસ્વરૂપની સ્તુતિ, સ્વસ્વરૂપમાં પરમ પ્રમોદ,
લોકાલોકવ્યાપ્તરૂપ ગતિ અને શુદ્ધ સ્વરૂપમાં પ્રવૃત્તિરૂપ કાંતિ ઇત્યાદિ
દેવપણાની એકદેશ વા સર્વદેશરૂપ સમસ્ત ઉત્કૃષ્ટ ક્રિયા તેમનામાં જ હોય
છે તેથી સર્વોત્કૃષ્ટ દેવપણું એમાં જ આવ્યું, એટલે એમને જ મંગલરૂપ
નમસ્કાર કરવા યોગ્ય છે.
‘मं’ એટલે પાપ, તેને ‘गल’ એટલે ગાળે, તથા ‘मंग’ એટલે સુખ
તેને ‘ल’ એટલે લાતિદદાતિ અર્થાત્ આપે તેને ‘મંગલ’ કહીએ છીએ.
એવા દેવને નમસ્કાર કરવાથી શુભ પરિણામ થાય છે અને તેનાથી પાપનો
નાશ થાય છે
શાંતભાવરૂપ સુખ પ્રાપ્ત થાય છે.
વળી અનુપ્રેક્ષાનો સામાન્ય અર્થ તો વારંવાર ચિંતવન કરવું એ છે;
પણ ચિંતવન તો અનેક પ્રકારનાં છે અને તેને કરવાવાળા પણ અનેક છે.
તેમનાથી ભિન્ન દર્શાવવા માટે અહીં
‘भव्यजनानंदजननीः’ એવું વિશેષણ
આપ્યું છે. તેથી જે ભવ્યજીવોને મોક્ષપ્રાપ્તિ નિકટ આવી હોય તેમને આનંદ
ઉપજાવવાવાળી એવી અનુપ્રેક્ષા કહીશ.
બીજું અહીં ‘अनुप्रेक्षाः’
એવું બહુવચનરૂપ પદ છે, ત્યાં અનુપ્રેક્ષા
સામાન્ય ચિંતવન એક પ્રકારરૂપ છે તોપણ (વિશેષપણે તેના) અનેક પ્રકાર
છે. ભવ્યજીવોને જે સાંભળતાં જ મોક્ષમાર્ગમાં ઉત્સાહ ઊપજે એવા
ચિંતવનના સંક્ષેપતાથી બાર પ્રકાર છે. તેનાં નામ તથા ભાવનાની પ્રેરણા
બે ગાથાસૂત્રોમાં કહે છેઃ