૪ ][ સ્વમિકર્ત્તિકેયાનુપ્રેક્ષા
અર્થઃ — હે ભવ્યાત્મન્? આટલાં જે અનુપ્રેક્ષાનાં નામ જિનદેવ કહે છે. તેને (સમ્યક્ પ્રકારે) જાણીને મન-વચન-કાય શુદ્ધ કરી આગળ કહીશું તે પ્રમાણે તમે નિરંતર ભાવો (ચિંતવો). તે (નામ) ક્યાં છે? અધ્રુવ, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિત્વ, આસ્રવ, સંવર, નિર્જરા, લોક, બોધિદુર્લભ અને ધર્મ – એ બાર છે.
ભાવાર્થઃ — એ બાર ભાવનાનાં નામ કહ્યાં, તેનું વિશેષ અર્થરૂપ કથન તો આગળ યથાસ્થાને થશે જ; વળી એ નામ સાર્થક છે. તેનો અર્થ શો? અધ્રુવ તો અનિત્યને કહીએ છીએ, જેમાં શરણપણું નથી તે અશરણ છે, પરિભ્રમણને સંસાર કહીએ છીએ, જ્યાં બીજું કોઈ નથી તે એકત્વ છે, જ્યાં સર્વથી જુદાપણું છે તે અન્યત્વ છે, મલિનતાને અશુચિત્વ કહીએ છીએ, કર્મનું આવવું તે આસ્રવ છે, કર્માસ્રવ રોકવો તે સંવર છે, કર્મનું ખરવું તે નિર્જરા છે, જેમાં છ દ્રવ્યોનો સમુદાય છે તે લોક છે, અતિ કઠણતાથી પ્રાપ્ત કરીએ તે દુર્લભ (બોધિદુર્લભ) છે અને સંસારથી જીવોનો ઉદ્ધાર કરે તે વસ્તુસ્વરૂપદિક ધર્મ છે; એ પ્રમાણે તેનો અર્થ છે. હવે પ્રથમ અધ્રુવાનુપ્રેક્ષા કહે છેઃ
❃ પાઠાંતરઃ दस दो य भणिया हु।