Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 435-436.

< Previous Page   Next Page >


Page 249 of 297
PDF/HTML Page 273 of 321

 

background image
પણ સુખ કરવાવાળાં થાય છે.
ભાવાર્થઃઅહીં આ અર્થ સમજવો કે જો પૂર્વે ધર્મ સેવ્યો હોય
તો તેના પ્રભાવથી અહીં જૂઠ બોલે તે પણ સાચ બની જાય છે, ઉદ્યમ
વિના પણ સંપત્તિ મળી જાય છે, અન્યાયરૂપ વર્તે તોપણ તે સુખી રહે
છે, અથવા કોઈ જૂઠ વચનનો તુક્કો લગાવે તોપણ અંતમાં તે સાચો
થઈ જાય છે તથા ‘અન્યાય કર્યો’ એમ લોકો કહે છે, તો ત્યાં
ન્યાયવાળાની સહાય જ થાય છે એમ પણ સમજવું.
હવે ધર્મ રહિત જીવની નિંદા કહે છેઃ
देवो वि धम्मचत्तो मिच्छत्तवसेण तरुवरो होदि
चक्की वि धम्मरहिओ णिवडइ णरए ण संदेहो ।।४३५।।
देवः अपि धर्मत्यक्तः मिथ्यात्ववशेन तरुवरः भवति
चक्री अपि धर्मरहितः निपतति नरके न सन्देहः ।।४३५।।
અર્થઃધર્મ રહિત જીવ છે તે મિથ્યાત્વવશ દેવ પણ
વનસ્પતિકાય એકેન્દ્રિય બની જાય છે, તથા ધર્મ રહિત ચક્રવર્તી પણ
નરકમાં પડે છે; તેમાં કોઈ સંદેહ નથી.
धम्मविहीणो जीवो कुणइ असक्कं पि साहसं जइ वि
तो ण वि पावदि इट्ठं सुठ्ठु अणिठ्ठं परं लहदि ।।४३६।।
धर्मविहीनः जीवः करोति अशक्यं अपि साहसं यद्यपि
तत् न अपि प्राप्नोति इष्टं सुष्ठु अनिष्ठं परं लभते ।।४३६।।
અર્થઃધર્મરહિત જીવ જોકે મોટું, બીજાથી ન થઈ શકે તેવું,
સાહસિક પરાક્રમ કરે તોપણ તેને ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ થતી નથી, પણ
ઉલટો માત્ર અતિશય અનિષ્ટને પ્રાપ્ત થાય છે.
ભાવાર્થઃપાપના ઉદયથી ભલું કરતાં પણ બૂરું થાય છે એ
જગપ્રસિદ્ધ છે.
ધર્માનુપ્રેક્ષા ]
[ ૨૪૯