Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 437.

< Previous Page   Next Page >

Download pdf file of shastra: http://samyakdarshan.org/Dn6
Tiny url for this page: http://samyakdarshan.org/GbY14lE

Page 250 of 297
PDF/HTML Page 274 of 321

 

Hide bookmarks
background image
इय पच्चक्खं पिच्छिय धम्माहम्माण विविहमाहप्पं
धम्मं आयरह सया पावं दूरेण परिहरइ ।।४३७।।
इति प्रत्यक्षं दृष्ट्वा धर्माधर्मयोः विविधमाहात्म्यम्
धर्मं आचरत सदा पापं दूरेण परिहरत ।।४३७।।
અર્થઃહે પ્રાણી! આ પ્રમાણે ધર્મ તથા અધર્મનું અનેક
પ્રકારનું માહાત્મ્ય પ્રત્યક્ષ જોઈને તમે ધર્મનું આચરણ કરો તથા પાપને
દૂરથી જ છોડો!
ભાવાર્થઃદશ પ્રકારથી ધર્મનું સ્વરૂપ કહી આચાર્યદેવે અધર્મનું
ફળ પણ બતાવ્યું; અને હવે અહીં આ ઉપદેશ આપ્યો કે, હે પ્રાણી!
ધર્મ
અધર્મનું પ્રત્યક્ષ ફળ લોકમાં જોઈને તમે ધર્મને આચરો તથા પાપને
છોડો! આચાર્ય મહાન નિષ્કારણ ઉપકારી છે, પોતાને કાંઈ જોઈતું નથી,
માત્ર નિસ્પૃહ થયા થકા જીવોના કલ્યાણ અર્થે જ વારંવાર કહી
પ્રાણીઓને જગાડે છે; એવા શ્રીગુરુ વંદન
પૂજન યોગ્ય છે. એ પ્રમાણે
યતિધર્મનું વ્યાખ્યાન કર્યું.
(દોહરો)
મુનિશ્રાવકના ભેદથી, ધર્મ બે પરકાર,
તેને સુણી ચિંતવો સતત, ગ્રહી પામો ભવપાર.
ઇતિ ધર્માનુપ્રેક્ષા સમાપ્ત.
૨૫૦ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા