દ્વાદશતપનું વર્ણન
હવે ધર્માનુપ્રેક્ષાની ચૂલિકા કહેતા થકા આચાર્યદેવ બાર પ્રકારનાં
તપવિધાનનું નિરૂપણ કરે છેઃ —
बारसभेओ भणिओ णिज्जरहेऊ तवो समासेण ।
तस्स पयारा एदे भणिज्जमाणा मुणेयव्वा ।।४३८।।
द्वादशभेदं भणितं निर्जराहेतुः तपः समासेन ।
तस्य प्रकाराः एते भण्यमानाः ज्ञातव्याः ।।४३८।।
અર્થઃ — જિનાગમમાં બાર પ્રકારનું તપ સંક્ષેપમાં કહ્યું છે. કેવું
છે તપ? કર્મ નિર્જરાનું કારણ છે. તેના પ્રકાર હવે કહીશું તે જાણવા.
ભાવાર્થઃ — નિર્જરાનું કારણ તપ છે અને તેના બાર પ્રકાર છે.
અનશન, અવમૌદર્ય, વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિક્તશૈયાસન
અને કાયક્લેશ એ છ પ્રકારનાં બાહ્યતપ છે તથા પ્રાયશ્ચિત, વિનય,
વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાન એ છ પ્રકારનાં અંતરંગતપ છે.
તેનું જ વ્યાખ્યાન હવે કરીએ છીએ. તેમાં પહેલાં અનશન નામના તપને
ચાર ગાથામાં કહે છેઃ —
उवसमणो अक्खाणं उववासो वण्णिदो मुणिंदेहि ।
तम्हा भुंजंता वि य जिदिंदिया होंति उववासा ।।४३९।।
उपशमनम् अक्षाणां उपवासः वर्णितः मुनीन्द्रैः ।
तस्मात् भुञ्जमानाः अपि च जितेन्द्रियाः भवन्ति उपवासाः ।।४३९।।
અર્થઃ — ઇન્દ્રિયોના ઉપશમનને અર્થાત્ તેમને વિષયોમાં ન જવા
દેવી તથા મનને પોતાના આત્મસ્વરૂપમાં જોડવું તેને મુનીન્દ્રોએ ઉપવાસ
કહ્યો છે. એટલા માટે જિતેન્દ્રિય પુરુષને, આહાર કરતો છતાં પણ,
ઉપવાસ સહિત જ કહ્યો છે.
[ ૨૫૧