૨૫૨ ]
ભાવાર્થઃ — ઇન્દ્રિયોને જીતવી તે ઉપવાસ છે; એટલા માટે ભોજન કરતા હોવા છતાં પણ યતિપુરુષ ઉપવાસી જ છે, કારણ કે તેઓ ઇન્દ્રિયોને વશ કરી પ્રવર્તે છે.
અર્થઃ — જે મન અને ઇન્દ્રિયોનો જીતવાવાળો છે, આ ભવ પરભવના વિષયસુખોમાં અપેક્ષારહિત છે અર્થાત્ વાંચ્છા કરતો નથી, પોતાના આત્મસ્વરૂપમાં જ રહે છે વા સ્વાધ્યાયમાં તત્પર છે, તથા કર્મનિર્જરા અર્થે ક્રીડા એટલે લીલામાત્ર ક્લેશરહિત હર્ષસહિત એક દિવસ આદિની મર્યાદાપૂર્વક જે આહારને છોડે છે તેને અનશનતપ હોય છે.
ભાવાર્થઃ — ઉપવાસનો એવો અર્થ છે કે – ઇન્દ્રિય તથા મન વિષયોમાં પ્રવૃત્તિરહિત થઈ આત્મામાં રહે તે ઉપવાસ છે. આલોક – પરલોક સંબંધી વિષયોની વાંચ્છા ન કરવી તે ઇન્દ્રિયજય છે તથા આત્મસ્વરૂપમાં લીન રહેવું વા શાસ્ત્રના અભ્યાસ – સ્વાધ્યાયમાં મન લગાવવું એ ઉપવાસમાં પ્રધાન છે; વળી જેમ ક્લેશ ન ઊપજે એવી રીતે ક્રીડામાત્રપણે એક દિવસ આદિની મર્યાદારૂપ આહારનો ત્યાગ કરવો તે ઉપવાસ છે. એ પ્રમાણે ઉપવાસ નામનું અનશનતપ થાય છે.