દ્વાદશ તપ ][ ૨૫૩
અર્થઃ — જે ઉપવાસ કરતો થકો પણ મોહથી આરંભ – ગૃહ કાર્યાદિકને કરે છે તેને પ્રથમ ગૃહકાર્યનો ક્લેશ તો હતો જ અને બીજો આ ભોજન વિના ક્ષુધા – તૃષાનો ક્લેશ થયો. એટલે એ પ્રમાણે થતાં તો ક્લેશ જ થયો પણ કર્મનિર્જરા તો ન થઈ.
ભાવાર્થઃ — જે આહારને તો છોડે પણ વિષય – કષાય – આરંભને ન છોડે તેને પહેલાં તો ક્લેશ હતો જ અને હવે આ બીજો ક્લેશ ભૂખ -તરસનો થયો, એવા ઉપવાસમાં કર્મનિર્જરા ક્યાંથી થાય? કર્મ નિર્જરા તો સર્વ ક્લેશ છોડી સામ્યભાવ કરતાં જ થાય છે. એમ સમજવું.
હવે અવમોદર્યતપ બે ગાથામાં કહે છેઃ —
અર્થઃ — જે તપસ્વી આહારની અતિ ગૃદ્ધિ રહિત થઈ સૂત્રમાં કહ્યા પ્રમાણે ચર્યાના માર્ગાનુસાર યોગ્ય પ્રાસુક આહાર પણ અતિ અલ્પ ગ્રહણ કરે તેને અવમોદર્યતપ હોય છે.
ભાવાર્થઃ — મુનિરાજ આહારના છેંતાલીસ દોષ, બત્રીસ અંતરાય ટાળી ચૌદ મળદોષરહિત પ્રાસુક યોગ્ય ભોજન ગ્રહણ કરે છે તોપણ તે ઊણોદરતપ કરે છે, તેમાં પણ પોતાના આહારના પ્રમાણથી થોડો આહાર લે છે. આહારનું પ્રમાણ એક ગ્રાસથી બત્રીસ ગ્રાસ સુધી કહ્યું છે તેમાં યથાઇચ્છાનુસાર ઘટતા પ્રમાણમાં (આહાર) લે તે અવમોદર્યતપ છે.